મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજ મુદે ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા ભાજપના આગેવાનોની કાલે આરોગ્ય મંત્રી સાથે બેઠક


SHARE









મોરબીની મેડિકલ કોલેજ મુદે ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા ભાજપના આગેવાનોની કાલે આરોગ્ય મંત્રી સાથે બેઠક

મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજનો અગાઉ ઠરાવ કરવામાં આવેલ હતો અને હાલમાં પ્રાઈવેટ મેડિકલ કોલેજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે જેને લઈને મોરબી જીલ્લામાં રાજકારણ ગરમ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં આવેલા મુખ્યમંત્રીને આ મુદે રજૂઆત કરવામાં આવી જ હતી અને જો કે, આ મુદે કાલે ગાંધીનગર ખાતે બેઠક રાખવામા આવી છે

મોરબી જીલ્લાને મળેલ સરકારી મેડીકલ કોલેજ કોઈ ખાનગી રાહે સંચાલન કરવા માટે ગુજરાત સરકારએ વિચારણા કરેલ હતી તે અંગે મોરબી જીલ્લાને મળેલી સવલત જળવાઈ રહે તે માટે ખોખરા હનુમાનજી ધામ ખાતે ચાલતી રામકથામાં હાજરી આપવા આવેલ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં જીલ્લાના આગેવાનઓ તેમજ જીલ્લાના સાંસદસભ્યઓ અને ધારાસભ્યઓએ સરકારના આ નિર્ણય ઉપર ફેર વિચારણા કરવા માટે રૂબરૂ રજુઆત કરેલ હતી તેના અનુસંધાને તા. ૧૩/૪ ને બધવારના રોજ ગુજરાત રાજયના આરોગ્ય મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર મુકામે બેઠક રાખવામા આવી છે




Latest News