મોરબીના નીચી માંડલ પાસે કારખાનામાં ૯ બાળકોને કામે લગાવનારા ચાર શખ્સોની સામે ગુનો નોંધાયો
હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત
SHARE
હળવદના નવા દેવળિયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી બે સગા ભાઇઓના મોત
હળવદ તાલુકાના નવા દેવળિયા ગામે આવેલ વાડીમાં પાણીની કુંડી અંદર ડૂબી જવાના કારણે બે સગા માસૂમ ભાઇના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામની સીમમાં ધર્મેન્દ્રસિંહ પ્રવીણસિંહ પરમારની વાડીએ રહેતા સરદારભાઈ માવડાના બે દીકરા અશોક (ઉંમર ૩) ને ઋષિ (ઉંમર ૫) વાડીએ હતા ત્યારે ત્યાં બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાં અકસ્માતે બંને ડૂબી જતા તે બંને બાળકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા હતા જેથી કરીને બાળકોના મૃતદેહને પીએમ માટે હળવદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતથી મૃત્યુના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી