મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો


SHARE













મોરબી કોર્ટે ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા કરેલ દાવો ના મંજુર કર્યો

આ કેસની હકીકત એવી છે કે વાદી વિરજીભાઈ કાનજીભાઈ પરમાર રહે.મોર ભગતની વાડી શકત શનાળાની બાજુમાં મોરબી વાળાએ તેમના પિતા કાનાભાઇ ધનાભાઇ પરમાર વિગેરે ૫ પ્રતિવાદીઓ સામે મોરબીની સિવિલ કોર્ટમાં રે.દિવાની કેસ નં-૧૦૧/૨૦૧૫ દાખલ કરી મોરબી તાલુકાના વજેપર ગામતળની નવી શરતની જમીન જે ગોકુળનગર તરીકે ઓળખાય છે.તે માહેના પ્લોટ નંબર-૪૯ પૈકીમાંથી આશરે ૮૦૦ ચો.ફુટ જગ્યા પ્રતિવાદી કાનાભાઇ ધનાભાઇ પરમારે વાદીને અનાજ દળવાની ઘંટી ચલાવવાના હેતુ કાઢી આપેલ છે અને તેનો કબ્જો ભોગવટો વાદીનો છે.તેમ જણાવી ડેકલેરેશન તથા કાયમી મનાઇ હુકમ મેળવવા અને વેચાણ દસ્તાવેજ રદ કરવા મોરબીની કોર્ટમાં દિવાની કેસ નંબર ૧૦૧/૨૦૧૫ દાખલ કર્યો હતો જે કૈસ નામદાર કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે વાદીની જુબાની, વાદીએ રજુ કરેલ પુરાવાઓ તથા પ્રતિવાદીઓની જુબાની તથા પ્રતિવાદીઓએ રજુ કરેલ પુરાવાઓને ધ્યાને લઇને પ્રતિવાદી નંબર ૧ થી ૩ ના વકીલ બી.બી.હડીયલની ધારદાર રજુઆત માન્ય રાખીને વાદીનો કાયમી મનાઇ હુકમ માટેનો દાવો ના મંજુર કરતો હુકમ ગત તા.૩૧-૩-૨૨ ના રોજ ફરમાવ્યો હતો.આ કામમાં પ્રતિવાદી નંબર ૧ થી ૩ તરફેથી મોરબીના સીનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.








Latest News