મોરબીના યુવા આગેવાને ટવીટર વડે કરી ટકોર, કેજરીવાલનાં આપ મોડલ કરતા આપણું ગુજરાત મોડલ અનેકગણુ સારૂ
મોરબી-વાંકાનેરમાં કોળી સમાજ દ્વારા કાલે ધામધુમપુર્વક વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે
SHARE
મોરબી-વાંકાનેરમાં કોળી સમાજ દ્વારા કાલે ધામધુમપુર્વક વેલનાથ બાપુની શોભાયાત્રા યોજાશે
મોરબી તેમજ વાંકાનેર સહિત જીલ્લામાં આવતી કાલ તા.૧૬-૪ ને શનિવારના રોજ સમસ્ત કોળી સમાજ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વેલનાથબાપુની જન્મજયંતી નિમિતે શોભાયાત્રાના આયોજનો કરવામાં આવેલા છે.જેમાં શોભાયાત્રા, સભા સંબોધન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાનાર હોય બહોળી સંખ્યામાં કોળી સમાજને જોડાવા આયોજકો તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
મોરબી, માળીયા(મી.), હળવદ, વાંકાનેર તેમજ ટંકારા તેમજ તેના ગ્રામ્ય વિસ્તારોમાં ખુબ મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો વસવાટ કરે છે.કોળી સમાજ દ્વારા દર વર્ષે વેલનાથ જયંતિ નિમિતે શોભાયાત્રાનું આયોજન કરતો હોય છે જે મુજબ આવતી તા.૧૬-૪ ને શનિવારના રોજ પણ વેલનાથ જયંતિની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીમાં શોભાયાત્રા સવારે ૮ વાગ્યે સ્ટેશનરોડ સ્થિત જડેશ્વર મહાદેવ મંદિરેથી નીકળશે જે બાદમાં સુપર ટોકીઝ, ત્રિકોણ બાગ, પરાબજાર, નગર દરવાજા ચોક, તખ્તસિંહજી રોડ, ગેસ્ટ હાઉસ થઇને મોરબીના સામાકાંઠે જશે ત્યાં ત્રાજપર ચોકડી ,કુબેર સિનેમા પાસે થઇને સો ઓરડીમાં સમાજની બોર્ડિંગ ખાતે બપોરે પુર્ણ થશે.બાદમાં મોરબી-૨ જિલ્લા સેવાસદન પાછળ આદર્શ નિવાસ શાળાના ગ્રાઉન્ડ ખાતે સભા સંબોધન અને મહાપ્રસાદ યોજાશે.જેમાં હળવદ-ધ્રાગંધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, મોરબી જિલ્લા કોળી સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા સહીતના આગેવાનો હાજર રહેશે.
વાંકાનેરમાં વેલનાથબાપુ અને હનુમાન જન્મ જયંતી નિમિતે શોભાયાત્રા
વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને આયોજકો દ્રારા જણાવાયેલ છે કે તા.૧૬ ને શનિવાર સવારે ૮ વાગ્યે વેલનાથબાપુ જન્મ જયંતી અને હનુમાનજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય સોભાયાત્રા યોજાશે. જે નવા ધમલપર શ્રી ગેલ માતાજી મંદિરના પૂજ્ય ભૂવા પરશોતમભાઈ બાવરવાના શુભ હસ્તેથી પ્રસ્થાન થઇ હસનપર, શક્તિપરા, મિલપ્લોટ, વીસીપરા થઇ ધમલપર નં.૨ વેલનાથ બાપુના મંદિર ખાતે શોભાયાત્રા પૂર્ણ થશે.આ ભવ્ય શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં જોડવા સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.