મો૨બી ચીફ કોર્ટે ચેક રીટર્નનાં કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ડબલ ૨કમનો દંડનો હુકમ કર્યો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650032649.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મો૨બી ચીફ કોર્ટે ચેક રીટર્નનાં કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ડબલ ૨કમનો દંડનો હુકમ કર્યો
આ કેસની હકીકત એવી છે કે , ફરીયાદી કંપની શ્રી રામ ટ્રાન્સપોર્ટ કુ.લી. કંપનીઝ એકટ હેઠળ નોંધાયેલ કંપની છે અને જેની રજીસ્ટર્ડ ઓફીસ ચેન્નઈ મુકામે આવેલ છે તથા ફરીયાદી ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સને લગતુ કામ કરે છે અને જુના તથા નવા કોમર્શીયલ વાહન ઉ૫૨ લોન આપવાનું કામકાજ કરે છે અને ગુજરાતભ૨ માં પણ અનેક શાખાઓ ધરાવે છે તે પૈકિ રાજકોટ / મો૨બી ખાતે ડીવીઝનલ ઓફીસ આવેલ છે . સદરહું કંપનીમા રીટેઈનર લો ઓફીસ ૨ત૨ીકેનો હોદો ધરાવતા અને સદ૨ હું કંપની ત૨ફથી ફ૨ીયાદીને પાવર ઓફ એટર્નીથી અધીકાર અને સતા લખી આપવામાં આવેલ જેના આધારે કંપની વતી આ કામનાં તહોમતદાર વનરાજભાઈ આંબાભાઈ ડા૨ા ૨હે.૧૦૧, વ્યાસ પ્રભાશંકર લાઈન ન્યુ જાંબુડીયા તાઃજી : મોરબીવાળા સામે કાયદેસર કાર્યવાહી કરવા સતા મળેલ હોવાથી મોરબીની નામદાર ચીફ કોર્ટમાં ચેક રીટર્ન અંગેની ફરીયાદ નોંધાવેલ હતી . તહોમતદા ૨ે ફરીયાદી પાસેથી તા.૫-૪-૨૦૧૩ ના રોજ રૂા .૯,૦૦,૦૦૦ અંકે રૂપિયા નવ લાખ પુરાની ટાટા એફબીટી નં . જી.જે. ૬ એકસએકસ-૭૦૩૧ ઉ૫૨ લોન લીધેલ છે જેની એગ્રીમેન્ટ વેલ્યુ રૂા.૧૨,૮૪,૪૭૨ છે.
સદરહું એગ્રીમેન્ટ મુજબ લોનની ૨કમ તહોમતદારે માસીક રૂા.૩૩,૫૦૮ અંકે રૂપિયા તેત્રીસ હજાર પાંચસો આઠ પુ૨ાના ૨૩ હપ્તા તથા રૂા.૨૩,૫૫૪ અંકે રૂપિયા તેત્રીસ હજાર પાંચસો ચોપન પુરાના ૨૨ હપ્તા તેમ કુલ ૪૫ હપ્તામા લોન ભરપાઈ ક ૨ વાની હતી . તહોમતદાર સદરહું લોનના હપ્તા ભરપાઈ કરવામાં ખુબ જ અનીયમીત હતા . તહોમતદારે સદરહું લોન તા.૫-૧-૨૦૧૭ સુધીમાં પુરી કરવાની હતી જેથી ફ ૨ીયાદીના ચોપડામા તહોમતદારના લોનના ખાતા મુજબ તહોમતદા૨ પાસે તાઃ ૨૪-૭-૨૦૧૮ સુધીના લોનના બાકી રૂા .૧૭,૭૦,૬૦૭ ફરીયાદીની બાકી લેણી ૨કમ નીકળતા હતા તેથી કંપનીએ તહોમતદા૨ ને વારંવાર લેખીત અને મૌખિક જાણ કરેલ અને સદરહું લોનની બાકી રકમ ભરપાઈ કરી આપવા જણાવેલ જેથી તહોમતદારે ફરીયાદી કંપની સાથે લોનના રૂા .૧૨,૧૦,૦૦૦ અંકે રૂપિયા બાર લાખ દશ હજાર પુરામાં સમાધાન કરેલ અને ફરીયાદી કંપનીને સમાધાન પેટે અલ્હાબાદ બેંક , મોરબી શાખાનો પોતાની સહી કરેલો પોતાના ખાતા નં .૫૦૦૭૬૨૮૭૧૨૦ નો ચેક નં .૦૧૪૮૫૧ તાઃ ૨૪-૭-૨૦૧૮ નો રૂ।.૧૨,૧૦,૦૦૦ નો આપેલ. જે ચેક ફરીયાદી કંપનીએ પોતાની એકસીસ બેંક મોરબીમાં કલીયરીંગ માટે આપતા સદરહું ચેક પરત ફરેલ છે.
તહોમતદા૨ે આપેલ ચેક પરત ફરતા ફરીયાદી કંપનીએ તહોમતદારને તેમના એડવોકેટ એમ.આર.પંડ્યા મારફત તાઃ ૨૩-૮-૨૦૧૮ ના રોજ રજી.એ.ડી. મારફત તહોમતદારના છેવટના સ૨ નામાવાળી જગ્યાએ સ્ટેચ્યુટ ૨ી નોટીસ મોકલેલ . જે નોટીશનું બંધ કવર વગર બજયે " લેવાની ના પાડતા મોકલના૨ને ૫૨ત " ના શેરા સાથે પરત ફરેલ હતુ . જેથી ફરીયાદી કંપનીએ સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ ૧૩૮ અન્વયેની ફરીયાદ દાખલ કરવામાં આવતા નામદાર કોર્ટ ધ્વારા તહોમતદા૨ ને સમન્સ મોકલતા તહોમતદાર નામદાર કોર્ટમાં તેમના એડવોકેટ મારફત હાજર થયેલ જે તે વખતે નામદાર કોર્ટ ઘ્વારા પ્લી નોંધવામાં આવેલ હતી અને ત્યારબાદ તહોમતદાર હાજર રહેતા ન હોવાથી ફ૨ીયાદી કંપનીના એડવોકેટ શ્રી વિજય જે . પટેલ દ્વારા તહોમતદારની સામેનાં કેસમાં તહોમતદારનો ઉલટ તપાસ ક૨વાનો હકક બંધક૨વા ૨જુઆત કરેલ હતી જે રજુઆત નામદાર કોર્ટે માન્ય રાખી આરોપીનો પુરાવો લેવાનો હકક બંધ કરી કેસની કાર્યવાહી આગળ ચલાવેલ હતી . ઉપરોક્ત કેસમાં ફરીયાદી કંપની વતી રોકાયેલ એડવોકેટ વિજય લકકડ પટેલ દ્વારા નામદાર કોર્ટમાં ફ૨ીયાદ પક્ષના કેસ મુજબની દલીલો ક૨વામાં આવેલ હતી જે દલીલો માન્ય રાખી નામદાર કોર્ટે આરોપીને તકસી૨ વાન ઠે૨વી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકથી ડબલ ૨કમ રૂા .૨૪,૨૦,૦૦૦ નો દંડ અને જે દંડમાંથી ફરીયાદીએ નામદાર કોર્ટમાં ફરીયાદ દાખલ કર્યા તારીખથી ૨કમ ચુકવવામાં આવે તે તારીખ સુધી ૯ ટકા લેખે વ્યાજ ચુકવવાનો હુકમ ફ૨માવેલ છે . સદર કામે ફરીયાદી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ કા.લી. વતી એડવોકેટ વિજય જે.લકકડ પટેલ તેમજ પ્રકાશ બી.સાધુ રોકાયેલ હતા.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)