મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા બ્લોક હેલ્થ મેળા યોજાશે


SHARE













મોરબી જિલ્લામાં લોકોને આરોગ્ય ક્ષેત્રે મદદરૂપ થવા બ્લોક હેલ્થ મેળા યોજાશે

ભારત અને ગુજરાત સરકાર દ્વારા તા.૧૮/૪ થી તા.૨૨/૪ દરમ્યાન દરેક તાલુકાઓમાં બ્લોક હેલ્થ મેળાનાં આયોજન કરવા માટે આપવામાં આવેલ સૂચના અન્વયે મોરબી જિલ્લામાં જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન દ્વારા જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મોરબી દ્વારા મોરબી જિલ્લામાં જુદા-જુદા તાલુકાઓમાં તાલુકા કક્ષાએ આરોગ્ય મેળા યોજવા માટેનું આયોજન કરાયેલ છે.

જે અનુસાર તા.૨૧/૪ ના રોજ મોરબી તાલુકામાં સરકારી હોસ્પિટલ મોરબી  ખાતે, માળિયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ખાતે તેમજ વાંકાનેર તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર ખાતે, તારીખ ૨૨/૪ નાં રોજ ટંકારા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા ખાતે અને હળવદ તાલુકામાં સબડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ ખાતે આરોગ્ય મેળા યોજાનાર છે. આ મેળામાં વધુમાં વધુ લાભાર્થીઓએ  લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી હિરાભાઈ ટમારિયા તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જિલ્લાનાં લોકોને  અપીલ કરવામાં આવેલ છે.

 

આ મેળામાં લાભાર્થીઓને યુનિક હેલ્થ આઈ.ડી.કાર્ડ,PMJAY કાર્ડ કાઢી આપવામાં આવશે.જે માટે લાભાર્થીનું આઘાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો(ચાલુ નાણાકીય વર્ષથી ત્રણ વર્ષ જૂનો નહી) જેવા ડોક્યુંમેન્ટ સાથે જે વ્યકિતનું કાર્ડ કઢાવવાનું હોય તેને રૂબરૂ આવવાનું રહેશે. જુદા જુદા તબીબી તજજ્ઞો દ્વારા દર્દીઓનું નિદાન, લેબોરેટરી સેવાઓ, મફત દવાઓ અને મફત સારવાર તેમજ જરૂર જણાયે રેફરલ સેવાઓ પૂરી પાડવામાં આવશે. નિરામય ગુજરાત અંતર્ગત ડાયાબીટીસ, બી.પી, કેન્સર, માનસિક રોગોનું નિદાન, ચેપી રોગો અને બિનચેપી રોગોનાં અટકાયતી ઉપાયો વિષે આરોગ્ય જાગૃતિ માટે લોકોને માહિતી પૂરી પાડવામાં આવશે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની જુદી જુદી આરોગ્ય સેવાઓ અને જાણકારી પૂરી પાડવામાં આવશે. પ્રજનન અને બાળ આરોગ્ય, કુટુંબ કલ્યાણ, શાળા આરોગ્ય, વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ, ટી.બી.મુક્ત ભારત વિગેરે વિષે જન જાગૃતિ માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવશે. તમાકુ, આલ્કોહોલ વ્યસનમુક્તિ માર્ગદર્શન તથા અંધાપા નિવારણ કાર્યક્રમ અંતર્ગત મોતીયાનું નિદાન અને જરૂરી રેફરલ સેવાઓ પણ પૂરી પાડવામાં આવશે. તેમ મોરબી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.








Latest News