મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

ઉત્તર પ્રદેશની જેવો ગેંગસ્ટર એક્ટ ગુજરાતમાં પણ અમલમાં મૂકવો જોઈએ: મોરબીના લોકોનો સૂર


SHARE









ઉત્તર પ્રદેશની જેવો ગેંગસ્ટર એક્ટ ગુજરાતમાં પણ અમલમાં મૂકવો જોઈએ: મોરબીના લોકોનો સૂર

તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ગેંગસ્ટર એક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે તેને લઈને મોરબીના લોકો સાથે વાત કરતા તેઓએ પણ ગુંડાગીરીને ડામવા માટે થઈને ગુજરાતની અંદર પણ ગેંગસ્ટર એક્ટ અમલમાં મૂકવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી

થોડા સમય પહેલા જ દેશની અંદર પાંચ રાજ્યોની ચૂંટણી યોજાઈ હતી જેમાં ઉત્તર પ્રદેશની અંદર ભાજપની સરકાર બીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે સત્તા ઉપર આવી છે ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ દ્વારા ગેંગસ્ટર એક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે જેમાં લુખ્ખા તત્વો તેમજ અસામાજિક તત્વો, માફિયા, દુષ્કર્મીઓ, વ્યાજખોરોને ડામવા માટે મિલકતો જપ્ત કરવી અને તેને તોડી પાડવીએ પ્રકારનો કાયદો અમલમાં મૂકવામાં આવે છે ત્યારે ગુજરાતની અંદર પણ કેટલાક વિસ્તારોમાં ગુંડા તત્વો માજા મૂકી છે ત્યારે તેની સામે આવો કાયદો અમલમાં મૂકવામાં આવે તે જરૂરી છે ત્યારે જુદા જુદા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ દ્વારા ગુજરાતની અંદર પણ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, લૂંટના પ્રયાસ, ચોરી મારામારી અને તોડફોડ સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને ગુજરાતના લોકોની સલામતી માટે પણ ગેંગસ્ટર એકટ જેવો કડક કાયદો અમલમાં મૂકવો જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી હતી




Latest News