મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ


SHARE













મોરબીમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે મોરબી જિલ્લાના પાણી, રસ્તા, નર્મદા કેનાલ સહિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં મંત્રીએ જિલ્લાના વિવિધ ગામના સરપંચઓ પાસેથી જે તે ગામના રસ્તા, પાણી, કેનાલ જેવા પ્રશ્નો સાંભળી આ પ્રશ્નોના નિકાલ માટે સબંધિત વિભાગના અધિકારીઓને સમયમર્યાદામાં પ્રશ્નોનું નિરાકરણ થાય અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ મુશ્કેલી ન પડે તેવું આયોજન હાથ ધરવા સુચના આપી હતી. મંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ જિલ્લાના કોઇપણ ગામમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય અને પાણી સરળતાથી મળી રહે તેવું આગોતરૂ આયોજન હાથ ધરવા પણ પાણી પુરવઠા વિભાગ, વાસ્મો, નર્મદા વિભાગના અધિકારોઓને તાકીદ કરી હતી.

તેમણે ખરેડા રોડ, ઝીકીયારી રોડ સહિત વિવિધ રોડના પ્રશ્નોના નિરાકરણ અંગે પણ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સુચના આપી હતી. અને તેઓએ સુજલામ્ સુફલામ્ યોજના અંતર્ગત મોરબી જિલ્લામાં તળાવ ઉંડા કરવાની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, પાણી પુરવઠા વિભાગ, વાસ્મો, માર્ગ અને મકાન વિભાગ, નર્મદા વિભાગના અધિકારીઓ સહિત વિવિધ ગામના સરપંચઓ ઉપસ્થિત રહયા હતાં.








Latest News