મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ માટે કોગ્રેસ ઘરણાનો આજે બીજો દિવસ
મોરબી સિવિલ એન્જિનિયર એસો. દ્વારા પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ રદ કરવાની માંગ
SHARE
મોરબી સિવિલ એન્જિનિયર એસો. દ્વારા પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ રદ કરવાની માંગ
મોરબી સિવિલ એન્જિનિયર એસો. દ્વારા કલેકટર કચેરીએ જઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ભારત સરકાર દેશના એન્જીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ લાવી રહી છે. જે મુજબ ગુજરાત કાઉન્સીલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જીનિયર્સની કચેરી દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રોફેશનલ પ્રેક્ટિસ કરનારા સિવિલ એન્જિનિયરને રેજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તે માટે ફરજિયાત એક્ઝામ દેવી પડે છે. જેમાં ખાનગી સેક્ટરમાં કામ કરતા એન્જિનિયરની નોંધણી માટે એક્ઝામ ફરજિયાત આપવી અને પછી દર બે વર્ષે આ એક્ઝામ લેવી તેમજ દર બે વર્ષે ૨૦થી ૨૫ હજારની ફી ભરવાની જોગવાઈ કરવામાં આવી છે જેથી કરીને સરકારના નિર્ણય સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવેલ છે અને જો આવી આંટીધુટીવાળી જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવશે તો સિવિલ એન્જિનિયર રોજીરોટી વગરના થઈ જાય તેમ છે જેથી ફરજિયાત એક્ઝામ વાળા બીલને રદ કરવાની માંગ કરી છે. અને જો આમ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે