મોરબી સિવિલ એન્જિનિયર એસો. દ્વારા પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ રદ કરવાની માંગ
મોરબીની શાંતિવન શાળાના આચાર્યએ વડાપ્રધાને શિક્ષણ વિભાગના પ્રોજેક્ટની માહિતી આપી
SHARE
મોરબીની શાંતિવન શાળાના આચાર્યએ વડાપ્રધાને શિક્ષણ વિભાગના પ્રોજેક્ટની માહિતી આપી
ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ની મુલાકાત લીધી હતી. ત્યારે શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી જે મોરબીની શાંતિવન શાળાના આચાર્ય મનન બુધ્ધદેવ દ્વારા આપવામાં આવી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમા છે ત્યારે શિક્ષણ વિભાગની કાર્યશૈલી નિહાળવા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. અને ત્યારે મોરબીની શાંતિવન પ્રાથમિક શાળાના આચાર્ય મનન બુધ્ધદેવ અને તેમની ટીમના સભ્યોએ પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ.જોશીના નેતૃત્વ હેઠળ વડાપ્રધાન સમક્ષ પ્રસ્તુતિ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે, મનન બુધ્ધદેવ પાઠ્યપુસ્તક નિર્માણ સમિતિમાં સદસ્ય છે
સરકારે સ્કૂલ એડમિનિસ્ટ્રેટીવ સિસ્ટમ દરેક શાળામાં હાલમાં કાર્યરત છે આ વેબપોર્ટલનો હેતુ શિક્ષકો અને આચાર્યોની વહીવટી કામગીરી સરળ બનાવવામાં ઉપયોગી છે. પહેલાં શિક્ષકોએ હાથે લખીને માસિક હકીકત પત્રક અને પગારબિલ બનાવવા પડતાં હતાં જે હવે ગણતરીની મિનિટોમાં જ ઓનલાઈન તૈયાર થઈ જાય છે. દરેક શિક્ષકને પોતાનો આઈડી અને પાસવર્ડ આપેલ છે, જેની મદદથી નોકરીને લગતી તમામ દરખાસ્ત તૈયાર કરી ઓનલાઈન મોકલી શકાય છે.
વડાપ્રધાને આ કામગીરી બિરદાવી હતી અને જે માનવકલાકો બચ્યાં તે વર્ગશિક્ષણ કાર્યમાં ઉપયોગી થશે એમ દૃઢતાપૂર્વક જણાવ્યું હતું. નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેકચર (NDEAR ) ફ્રેમવર્ક પર આધારિત અત્યાધુનિક ટેકનોલોજી અને ડેટા સંચાલિત કેન્દ્ર ગાંધીનગર ખાતે નરેન્દ્ર મોદી મુલાકાતે આવ્યા હતા. ત્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કામ માટે કરવામાં આવેલ પસંદગી માટે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ.સોલંકીએ મનન બુધ્ધદેવને અભિનંદન પાઠવ્યાં હતા