મોરબીમાં બિન સચિવાલય વર્ગ-૩ ની પરિક્ષા માટે સાર્થક વિદ્યામંદિરમાં તાલીમ યોજાઇ
સુરત મ્યુનિ. કોર્પો.ના સદસ્ય અને આપના આગેવાન કિરણ ખોખાણી કાલે મોરબીમાં
SHARE
સુરત મ્યુનિ. કોર્પો.ના સદસ્ય અને આપના આગેવાન કિરણ ખોખાણી કાલે મોરબીમાં
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના આપના ચૂંટાયેલા સભ્ય અને સોશીયલ મીડીયાની અંદર "રમતો જોગી" થી પોતાની ખ્યાતિ મેળવેલ કિરણ ખોખાણી કાલે મોરબી આવી રહ્યા છે અને ત્યારે તે આપના આગેવાનો, હોદેદારો અને આમ લોકોની સાથે ચર્ચા કરશે
આમ આદમી પાર્ટીના બેનર હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી લડીને પ્રચંડ મતોથી વિજય મેળવનાર કિરણ ખોખાણી આવતીકાલે મોરબી ખાતે ઉમા રિસોર્ટમાં આવી રહ્યા છે ત્યારે કિરણ ખોખાણીના જન સંવાદ કાર્યક્રમમાં આમ જનતા સાથે કિરણ ખોખર ચર્ચા કરશે જેમાં મુખ્ય મુદ્દોએ પણ રહેશે કે ગુજરાતની જનતાને કઈ પ્રકારની સરકાર જોઈએ છે ?
આમ આદમી પાર્ટીનો મુખ્ય હેતું શિક્ષણ સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચાર મુક્ત સરકારની સારી સેવાઓ આપવાનો રહ્યો છે દિલ્હી બાદ પંજાબમાં પણ લોકોને ભારતના બંધારણ મુજબ સારી સુવિધાઓ મળી રહી છે ત્યારે આ અંગે ગુજરાત શું ઈચ્છી રહ્યું છે તેનો આ કાર્યક્રમમાં "જન સંવાદ" કરવામાં આવશે. આ કાર્યક્રમ તા ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ સાંજે ૭:૩૦ કલાકે ઉમા રિસોર્ટ, કંડલા બાયપાસ, આર.ટી.ઓ.ઓફિસ ખાતે રાખવામા આવેલ છે તેવું મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ વસંતભાઈ ગોરીયા અને પરેશ પારીઆએ જણાવ્યુ છે.