મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા કે.ડી.બાવરવાની માંગ


SHARE













વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા કે.ડી.બાવરવાની માંગ

મોરબી જિલ્લાના લોકો માટે વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવાની ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરીએ માંગ કરી છે અને તેની લેખિત રજૂઆત વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને કરવામાં આવી છે જો આ સુવિધ આપવામાં આવે તો પેસેન્જરને ઘણો ફાયદો થાય તેમ છે

મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજરને લેખતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે,મોરબી જીલ્લાને રેલ્વે સુવિધામાં ખુબજ અન્યાય થઇ રહ્યો છે. મોરબીને લાંબા અંતરની ટ્રેઇનો આપવામાં આવેલ નથી અને ફક્ત એક કે બે ટ્રેઇનોને બાદ કરતા વધી જ ટ્રેન વાંકાનેરથી પકડવી પડતી હોય છે પરંતુ લાંબા અંતરની ઘણી બધી ટ્રેઇનોનો વાંકાનેરમાં સ્ટોપ આપવામાં આવેલો નથી તેમાં પણ વીકલી તો ઘણી ટ્રેઇનો છે પરંતુ તેનો સ્ટોપ વાંકાનેરમાં નથી. 

મોરબી એક સીરામિક ઉદ્યોગ નું  ભારત નું સૌથી મોટું ઉત્પાદક સેન્ટર છે. એટલે અન્ય રાજ્યો માંથી ઘણા વેપારીઓ તેમજ સીરામિકમાં રોજીરોટી રળતા મજુરો અન્ય રાજ્યોમાંથી આવતા હોય છે. મોરબીના વેપારીઓ અને સેલ્સમેનો પણ પોતાના વ્યાપાર અર્થે અન્ય રાજ્યોમાં જવા માટે ટ્રેઇનોનો ઉપયોગ કરતા હોય છે. તેઓને વાંકાનેરને બદલે રાજકોટ આવવું જવું પડતું હોય છે. અને વાંકાનેર મોરબીથી ૨૮ કિમી થાય છે. જયારે રાજકોટ ૬૫ કિમી થાય છે. આમાં નાણાં અને સમયનો પણ બગાડ થાય છે. માટે વાંકાનેરમાં બધી જ ટ્રેઇનોને સ્ટોપ આપવામાં આવે તેવી માંગ કરી છે અને મોરબી વાંકાનેર વચ્ચે ચાલતી ડેમુ ટ્રેનના ભાડામાં જે વધારો કરવામાં આવેલ છે તે પાછો ખેચવાની માંગ કરી છે








Latest News