વાંકાનેર રેલ્વે સ્ટેશન ઉપરથી પસાર થતી બધી જ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપ આપવા કે.ડી.બાવરવાની માંગ
સોના,ચાંદી, રોકડ કે વાહન નહીં હવે ડીઝલ ચોરી !: મોરબીમાં ત્રણ ચોરને પકડીને પોલીસ હવાલે કરાયા
SHARE
સોના,ચાંદી, રોકડ કે વાહન નહીં હવે ડીઝલ ચોરી !: મોરબીમાં ત્રણ ચોરને પકડીને પોલીસ હવાલે કરાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી ડીઝલની ચોરી થતી હોવાની સંકા હતી જેથી કરીને વેપારીએ વોચ રાખી હતી અને તેવામાં ત્રણ ઈસમો ડિઝલની ચોરી કરતા રંગે હાથે પકડાયા હતા જેથી તે તમામને પોલીસ હવાલે કરવામાં આવેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
સોના ચાંદી અને વાહન તેમજ સિરામિકને લગતા સાધનસામગ્રીની ચોરી બાદ હવે ડીઝલ ચોરી સામે આવી છે અને ડીઝલ પણ હવે કિમતી થઈ ગયું હોવાથી તેની પણ ચોરી થવા લાગી છે મોરબીના સામાકાંઠે ડેકોર સિરામિક નજીક આવેલા શોપીંગ સેન્ટરમાં ખોડીયાર પેટ્રોલિયમના ગોડાઉનમાં મૂકવામાં આવેલ ડીઝલના જથ્થામાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની વેપારીને શંકા હતી માટે ત્યાં સીસીટીવી લગાવ્યા હતા અને વોચ ગોઠવી હતી તેવામાં ફરિયાદી કૃશીલ મંગલજીભાઈ સુવાગીયા અને તેના કાકાનો દીકરો રાજદીપ ગઇકાલે રાતે દોઢ વાગ્યે ગોડાઉને ગયા હતા ત્યારે ત્રણ ઈસમો ડીઝલની ચોરી કરતાં હોવાનું જોવા મળ્યું હતું જેથી તેને અન્ય લોકોની મદદથી તેને પકડી લીધા હતા અને પોલીસને હવાલે કર્યા હતા
આ બાબતે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને શિવમ પાર્ક સોસાયટીમાં માધવ હોલ નજીક રહેતા કૃશીલ મંગળભાઈ સુવાગીયા જાતે પટેલ (૨૯)એ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ડેકોર સીરામીકની પાસે આવેલા તેઓના ખોડીયાર પેટ્રોલિયમ નામના ગોડાઉનમાં દીવાલ કૂદીને ટેબલના ખાનામાં રહેલ રોકડા રૂપિયા ૧૦૦૦ તથા ગોડાઉનમાંથી ૭૫ લીટર ડીઝલ (એલડીઓ) જેની કિંમત ૬૭૫૦ આમ કુલ મળીને ૭૭૫૦ ના મુદામાલની ચોરી કરવામાં આવી હતી અને આ ગુનામાં લાલજી રણછોડભાઈ ધોળકિયા જાતે કોળી (૨૭) રહે. સરકારી આવાસ યોજનાના કવાર્ટર લીલપર રોડ મોરબી, રવિ જગદીશભાઈ ભીમાણી જાતે કોળી (૨૮) રહે. મોરબી સામાકાંઠે જનકલ્યાણ સોસાયટી અને નિકુલ દિલીપભાઈ ભીમાણી જાતે કોળી (૨૬) રહે. માધાપર શેરી નંબર -૧ મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવેલી છે.
મારામારીમાં ઇજા
સુરજબારી ખાતે રહેતા રહીમભાઇ અલીભાઈ સમાણી નામના ૩૫ વર્ષીય યુવાનને સુરજબારી પુલના છેડે હરીપર નજીક આવેલ દેવસોલ્ટ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યારે મોરબીના પાડા પુલ નીચે નદીના પટમાં રહેતા મંગાભાઈ દેવશીભાઇ ગોવનીયા નામના ૪૫ વર્ષીય યુવાનને પણ ત્યાં થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો. તેમજ મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે નજીક આવેલા આરગીલ સિરામિક પાસે થયેલ મારામારીમાં ઇજાઓ થતાં ઘનશ્યામભાઈ મેરૂભાઈ મોરી (૬૨) રહે.હળવદ અને મંજુલાબેન જશવંતભાઈ કણજારીયા (૪૫) રહે.ત્રાજપરને ઇજાઓ થતાં બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.મોરબીના સામાકાંઠે રેલ્વે સ્ટેશનની સામે આવેલા બૌદ્ધનગર વિસ્તારમાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી મનહર જીવરાજભાઈ મુછડીયા નામના ૧૫ વર્ષીય બાળકને પણ સારવાર માટે સિવિલે ખસેડવામાં આવ્યો હતો.