સોના,ચાંદી, રોકડ કે વાહન નહીં હવે ડીઝલ ચોરી !: મોરબીમાં ત્રણ ચોરને પકડીને પોલીસ હવાલે કરાયા
મોરબીના બાદનપર ગામે રહેણાંક મકાનમાંથી ૫૭ બોટલ દારૂ પકડાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1650442648.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
મોરબીના બાદનપર ગામે રહેણાંક મકાનમાંથી ૫૭ બોટલ દારૂ પકડાયો
મોરબી તાલુકા પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે તાલુકા પોલીસ સ્ટાફે તાલુકાના બાદનપર ગામે રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાંથી પોલીસને ૫૭ બોટલ દારૂ મળી આવતા પોલીસે ઘરધણીની સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ તાલુકા પીઆઇ વી.એલ.પટેલ, જયદેવસિંહ ઝાલા, પંકજ ગુઢડા, જયદીપ પટેલ, નંદલાલ મકવાણા અને આર.બી.વ્યાસ સહિતનાઓ નાઇટ રાઉન્ડમાં હતા તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે બાદનપર ગામે રેડ કરી હતી ત્યારે વિમલ મુળજી કટેસીયા નામના ઇસમના રહેણાંક મકાનમાં સર્ચ કરવામાં આવતા ત્યાંથી પોલીસને ૫૭ બોટલ વિદેશી દારૂ મળી આવતા હાલ રૂા.૨૮,૭૨૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને પ્રોહીબીશન(દારૂ) અંગે વિમલ મૂળજી કટેશીયા વિરુદ્ધ ગુનો નોંધીને તે આ જથ્થો કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ દ્રારા આગળની તજવીજ શરૂ કરવામાં આવેલ છે.
વૃદ્ધા સારવારમાં
વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ઝુબેદાબેન ઈસ્માઈલભાઈ નામના ૭૦ વર્ષીય વૃદ્ધા ઘર પાસેથી બાઈકમાં બેસીને જતા હતા ત્યારે તેમના રહેણાંક વિસ્તાર નજીક બાઇક સ્લીપ થઇ જતા ઇજાઓ થવાથી ઝુબેદાબેનને સારવારમાં મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માધાપર વિસ્તારમાં ઘર પાસે બાઇક સ્લીપ થઇ જવાના બનાવમાં ભગવાનજીભાઈ પ્રેમજીભાઈ ડાભી નામના વૃદ્ધને ઇજાઓ થતા તેમને પણ સારવારમાં મોરબી ખસેડાયા હતા.તેમજ મોરબીના નવલખી ફાટક પાસે ભુચરમી વાડી નજીક રહેતા જીગર જયેશભાઈ ડાભી નામના છ વર્ષીય બાળકને વિંછીએ ડંખ મારતા તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.
મારામારીમાં ઇજા
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ અરિહંત સોસાયટી વિસ્તારમાં સામસામી મારામારીનો બનાવ બન્યો હતો જેમાં કાર્તિકસિંહ કપિલસિંહ જાડેજા (૨૮) અને કપિલસિંહ નવલસિંહ જાડેજા (૬૫) ને તેમજ સામેના પક્ષના કલ્પેશભાઇ કરસનભાઈ ખાંભલીયા (૩) અને ભગવતીબેન કલ્પેશભાઈ (૩૭) ને ઈજાઓ પહોંચતા ચારેયને સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના એમ.જી.વાળાએ નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. તેઓના જણાવ્યા પ્રમાણે કલ્પેશભાઈ કાર લઈને નીકળ્યા ત્યારે કપીલસિંહના ઘર પાસે શેરીમાં એક્ટિવા પડ્યુ હોય તે સાઈડમાં લેવા માટે જણાવ્યું હતું તે બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝપાઝપી થઇ હતી.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)