મોરબીમાં તૂટેલા રોડ રીપેર કરો અને ગટરના ઢાંકણા નાખો તેવી કોંગ્રેસની મહાપાલિકામાં રજૂઆત મોરબીના ઉંચી માંડલ નજીકથી 72 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ વાંકાનેરમાં ઘરે શ્વાસ ચડતા અને છાતીમાં દુખાવો થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત વાંકાનેરના ગારીડા નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં રસોઈ બનાવતા સમયે ગેસ લીકેજથી બ્લાસ્ટ થતાં દાઝી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીનાં રમેશભાઈ રૂપાલાની લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે વરણી


SHARE













મોરબીનાં રમેશભાઈ રૂપાલાની લાયન્સ કલબ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છનાં વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે વરણી

તાજેતરમાં લાયન્સ કલબ ઇન્ટર નેશનલ ૩૨૩૨ જે. ની ૩૩મી વાર્ષિક ડિસ્ટ્રિક કોન્ફરન્સ સામર્થ્યનું અમરેલી ખાતે વસંતભાઈ મોવલિયા અને લાયન્સ કલબ અમરેલી પરિવારનાં યજમાન પદે કાર્યક્રમ યોજાયેલ હતો જેમાં લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છની ૮૧ જેટલી લાયન્સ કલબમાંથી ડેલિગેટ તરીકે ૫૪૫ લાયન્સ સભ્યોની ઉપસ્થિત રહેલ હતા ત્યારે લાયન્સ કલબ ઇન્ટરનેશનલનાં ઈન્ટરનેશનલ ડાયરેક્ટર વામશિધર બાબુ, પાસ્ટ ઈન્ટરનેશનલ ડાયરેક્ટર પ્રવિણભાઇ છાજડ, મલ્ટીપલ કાઉન્સિલ જે.પી. ત્રિવેદી, અમરેલી જિલ્લા પંચાયત ના પ્રમુખ રેખાબેન મોવલિયા, મુખ્ય અતિથિ વિશેષ તરીકે  તેમજ પૂર્વે ગવર્નર રમેશભાઇ પ્રજાપતિ, બેંગલોરનાં પૂર્વ ગવર્નર ડૉ સંજય સાથે ડિસ્ટ્રિક ૩૨૩૨ જેના પુર્વ ગવર્નરઓ સહિતના ઉપસ્થિત રહેલ હતા ત્યારે આ તકે સૌ પ્રથમ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે. સૌરાષ્ટ્ર કચ્છ લાયન્સનાં દિવંગત સભ્યોને શ્રધાંજલી, ભાવાંજલિ અર્પણ કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ હતા.

ત્યાર બાદ ૩૩મી વાર્ષિક ડી સ્ટિક  કોન્ફરન્સ સામર્થ્ય મીટીંગનાં મુખ્ય એજન્ડા સહિત વિશેષ કરીને નવી ટીમની રચના અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલનાં બંધારણ અને કાયદાકીય પ્રોસીજર મુજબ ગવર્નર સહિત તમામ  હોદા અને ટીમનાં તમામ ઉમેદવારોનાં પ્રસંગોચિત વકતવ્ય અને પોતાની ઉમેદવારી, દાવેદારી મુખ્ય ઉદ્દેશ્યની ઉપસ્થિત તમામ સભ્યો સમક્ષ રજૂઆત બાદ ચૂંટણી સમિતિ દ્વારા તેઓના નામનેં બહાલી સાથે રજીસ્ટ્રેશન બાદ ચૂંટણી સમિતિ દ્વારા ડિજિટલ પધ્ધતીથી તમામ સભ્યો મતદાન દ્વારા ત્રણેય મુખ્ય ઉમેદવારોને પોતાના મત આપી પસંદગી કરવામાં આવેલ હતા જેમાં બપોરે મતદાન બાદ મતગણતરી હાથ ધરાતા ગવર્નર નાં ઉમેદવાર તરીકે એસ.કે.ગર્ગ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે નાં ગવર્નર તરીકે, તેમજ પોરબંદરનાં હિરલબા જાડેજા પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તેમજ મોરબીનાં કર્મશીલ યુવા પી.એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલાને ૯૩ ટકા પોઝીટીવ વોટથી બિનહરીફ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક ૩૨૩૨ જે સૌરાષ્ટ્ર કચ્છનાં દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક ગવર્નર તરીકે ચૂંટણી સમિતિ દ્વારા વિજેતા ઘોષિત કર્યા હતા

અત્રે ઉલેખનીય છે કે મૂળ નાની વાવડીનાં વતની રમેશભાઈ રૂપાલાએ અગાઉ મોરબી ફોટો વિડિયો એશો.નાં પ્રમુખ, ઉમિયા પરિવાર સંગઠન સમિતિનાં મોરબી માળિયા ઝોન ઉપપ્રમુખ અને ઉમિયા માનવ સેવા ટ્રસ્ટનાં ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે સેવા આપેલ છે હાલમાં તેઓ બાંધકામ, જમીન મકાન ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને હાલમાં તેની વરણીને વધાવીને સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતમાંથી તેમનાં બહોળા મિત્ર મંડળ, શુભેચ્છકો  દ્વારા અભિનંદન આપવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમા તન,મન,ધનથી લાયન્સ ક્લબ  ઇન્ટરનેશનલ ૩૨૩૨ જે. નાં અદના સેવક તરીકે લાયનવાદનાં સિદ્ધાંતને ચરિતાર્થ કરવાની તેઓએ ખાત્રી આપેલ છે 








Latest News