મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: છ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી દેનારા નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો
SHARE
વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી દેનારા નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો
(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડીને તેની માતા નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલા ગામમાંથી તાજી જન્મેલી તરછોડી દીધેલી બાળકી ગઇકાલે મળી આવી હતી જેથી કરીને આ બનાવની ગ્રામજનએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે આવી હતી અને બાળકીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં સ્ટાફે જણાવ્યુ હતું કે, માસૂમ બાળકી અધૂરા માસે જન્મેલી હોવાથી તેનું વજન ઓછું છે જેથી તે બાળકીને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી ત્યાર બાદ આ બનાવમાં જુના રાજાવડલા ગામના રહેવાસી ઉસ્માનભાઈ જલાલભાઈ વડાવીયાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણી મહિલાની સામે ગુનો નોંધીને તેને શોધવા માટે તજવીજ શરૂ કરી છે