વાંકાનેરના રાજાવડલા ગામે તાજી જન્મેલી બાળકીને તરછોડી દેનારા નિષ્ઠુર માતા સામે ગુનો નોંધાયો
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાલથી બે દિવાસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
SHARE









મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કાલથી બે દિવાસીય ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
મોરબી જિલ્લાની સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિવારે બપોરે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સહિતનાઓની હાજરીમાં આ ટુર્નામેન્ટ શરૂ કરવામાં આવશે
મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોમાં એકતા, સહકારની ભાવના અને ખેલદિલી ટકી રહે તે માટે જિલ્લાના શિક્ષકોની ડે-ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે અને તે આવતી કાલે શનિવારે તા ૩૦ ને બપોરના ૧૨ વાગ્યાથી શરૂ થવાની છે ત્યારે મોરબી-માળીયા હાઇવે પર નવા નાગડાવાસના પાટીયા પાસે આવેલ હોટેલ જેકેટી પાસે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આ ટુર્નામેન્ટ રમાશે અને આ ટુર્નામેન્ટના પ્રારંભ સમયે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનાગ્રા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી. કાવર અને નવા નાગડાવાસના સરપંચ સુખાભાઈ ડાંગર સહિતના હાજર રહેશે અને તેના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે મુરલીધર ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર સુરેશભાઈ ડાંગર, ટીચર ટ્રેનીંગ કો-ઓર્ડીનેટર પ્રવિણભાઈ ભોરણીયા, બિઆરસી માળીયા નિરંજની નરેન્દ્રભાઈ, બિઆરસી હળવદ પ્રવિણસિંહ ચૌહાણ, બિઆરસી મોરબી ચિરાગભાઈ આદ્રોજા, બિઆરસી વાંકાનેર અબ્દુલભાઇ શેરસીયા અને બિઆરસી ટંકારા કલ્પેલભાઇ ફેફર હાજર રહેશે. આ ટુર્નામેન્ટનો સમાપન કાર્યક્રમ તા.૧ ના રોજ બપોરે ૩ વાગ્યે યોજાશે જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એમ. સોલંકી, સુરેશભાઈ ડાંગર, ડો. શર્મિલાબેન હુંબલ, દીપાબેન બોડા, ડો. જીગ્નેશભાઈ વોરા, દિનેશભાઈ ગરચર તેમજ જિલ્લા પંચાયતના સ્પોટર્સ એન્ડ રિક્રિએશન ક્લબના મંત્રી તુષારભાઈ બોપલીયા સહિતના હાજર રહેશે. આ કાર્યક્ર્મને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા, મહામંત્રી દિનેશભાઇ હુંબલ અને સમગ્ર ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે
