મોરબીના લખધીરપુર રોડે સિરામિક કારખાનના કવાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત
મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: છ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
SHARE
મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: છ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા
મોરબીના લાતી પ્લોટ શેરી નં-૪ માંથી પસાર થતા શખ્સોએ રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી દારૂની પાંચ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી લાતી પ્લોટ શેરી નં-૪ માંથી પસાર થતા શખ્સને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી જુદી-જુદી બ્રાન્ડની કુલ મળીને પાંચ બોટલ દારૂ મળી આવેલ હતો જેથી પોલીસે ૧૫૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને હાલમાં બહાદુરભાઇ ગિરધરભાઈ ડાભી જાતે કોળી (ઉંમર ૩૧) રહે. લાતી પ્લોટ શેરી નં-૪ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે કયાથી લઈને આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે
એક બોટલ દારૂ
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગર સોસાયટીના નાકા પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હોય પોલીસે ૫૦૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને સબીર કાસમભાઈ કાસમાણી જાતે મેમણ (ઉંમર ૨૧) રહે. લાતી પ્લોટ શેરી નં-૧૪ ખ્વાજા પેલેસ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરી છે