મોરબી પોલીસે ચોરાઉ ૨૩ ટીવીએસ સાથે પકડેલા રાજકોટ-ગાંધીધામના પાંચ રીઢા ચોરના રિમાન્ડ લેવા તજવીજ
સોશિયલ મીડિયાની તાકાત: મોરબીના મોડપર ગામેથી પોલીસે ૧૭ બોટલ દારૂ સાથે ત્રણને પકડાયા, એકની શોધખોળ
SHARE
સોશિયલ મીડિયાની તાકાત: મોરબીના મોડપર ગામેથી પોલીસે ૧૭ બોટલ દારૂ સાથે ત્રણને પકડાયા, એકની શોધખોળ
આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ દેશી કે વિદેશી દારૂ ગુજરાતના કોઈપણ વિસ્તારમાં માંગો ત્યારે મળે તેવો ઘાટ સમગ્ર ગુજરાતની અંદર જોવા મળ્યો છે તેમાં મોરબી જિલ્લો પણ બાકાત નથી તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી મોરબી તાલુકાના મોડપર ગામે વિદેશી દારૂની બોટલો સાથે ફરતાના એક શખ્સનાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ત્યાર બાદ મોરબી તાલુકા પોલીસની ટીમ દોડતી થઈ હતી અને દારૂની બોટલો સાથે હાલમાં પોલીસ દ્વારા ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે અને મોરબીના વાવડી રોડ ઉપર રહેતા એક શખ્સનું નામ સામે આવ્યો હોય તેને પકડવા માટે તેને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે સવારે મોરબી તાલુકાના મોડપર ગામે વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સ આંટાફેરા કરતો હતો તેના ફોટોગ્રાફ્સ ગામના કોઈ લોકોએ પાડીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જે પોલીસના ધ્યાન ઉપર આવતા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોચી હતી અને દારૂની બે બોટલો સાથે તે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં ૧૭ જેટલી દારૂની બોટલો સાથે જયેન્દ્રસિંહ ઉર્ફે લગધીરસિંહ રમુભા ઝાલા જાતે દરબાર (ઉ.૫૫), ચંદ્રસિહ ઉર્ફે મુન્નાભાઇ રમુભા ઝાલા જાતે દરબાર (ઉ.૫૭) અને ભરતભાઇ ઉર્ફે પોપટ પાલાભાઇ બડઘા જાતે અનુ.જાતી (ઉ.૪૫) રહે. બધા જ મોડપર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી વાળાનું નામ સામે આવ્યું છે જેથી તેને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે, જો લોકો દ્વારા સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને તેના ઘર, દુકાન કે કારખાનાની આસપાસમાં દેશી કે વિદેશી દારૂ અથવા તો જુગાર સહિતના જે કોઈ પણ દૂષણ હોય તેના વાયરલ કરવામાં આવે તો પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે તેવું છેલ્લા ઘણા બનાવોની મોરબી સહિત ગુજરાતમાં જોવા મળ્યું છે જેથી મોરબી જિલ્લાના લોકો સોશિયલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ દારૂ સહિતના દુષણને ડામવા માટે સદુપયોગ કરે તે આ જિલ્લા માટે અનિવાર્ય બન્યું છે એવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી