સોશિયલ મીડિયાની તાકાત: મોરબીના મોડપર ગામેથી પોલીસે ૧૭ બોટલ દારૂ સાથે ત્રણને પકડાયા, એકની શોધખોળ
મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવાની માંગ
SHARE
મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવાની માંગ
મોરબી જિલ્લો બન્યો તેને ઘણો સમય થઈ ગયો છે તો પણ આજની તારીખે જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવેલ નથી જેથી કરીને મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે અને મોરબી જીલ્લામાં કેન્દ્રીય વિદ્યાલય બનાવવા માટેની માંગ કરી છે તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો બન્યાને ઘણો સમય થઇ ગયો છે. અને બીજા રાજ્યોમાંથી આવીને પણ ઘણા લોકો રોજીરોટી માટે મોરબીમાં રહે છે તેમજ કેન્દ્ર સરકારના ઘણા કર્મચારિયો, ઓફિસરો પણ અહિ નોકરી માટે આવે છે ત્યારે મોરબી જીલ્લામાં જો એક કેન્દ્રીય વિદ્યાલય બનાવવામાં આવે તો બાળકોને અભ્યાસમાં ઘણો ફાયદો થાય તેમ છે અને જેથી કરીને મોરબીમાં એક કેન્દ્રિય વિદ્યાલયની સ્કુલ બનાવવામાં આવે તેવી માંગ કરેલ છે.