જીવલેણ અકસ્માત પહેલા જાગશે ?: મોરબીમાં અનેક સ્થળે ગટરના ખુલ્લા કે તૂટેલા ઢાંકણા સુરતનું પુનરાવર્ત કરશે ! મોરબીમાં રોટરી કલબ દ્રારા એનિમિયા મુકત ભારત અભિયાન અંતર્ગત હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો મોરબી જીલ્લાના માળીયા તાલુકામાં આવેલ મીઠાના ઉત્પાદક દેવ સોલ્ટ ગ્રુપ ઉપર આઇટી ના દરોડા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીની ટીમે દિવ્યાંગ વ્યક્તિ ટ્રાઈસિકલ ભેટ આપી ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા મોરબીના લીલાપર નજીક દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર રેડ: 40,300 ના મુદામાલ સાથે એકની ધરપકડ, એકની શોધખોળ ટંકારાના હરીપર (ભુ) ગામે કુવાના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી પોલીસે ચોરાઉ ૨૩ ટીવીએસ સાથે પકડેલા રાજકોટ-ગાંધીધામના પાંચ રીઢા ચોરના રિમાન્ડ લેવા તજવીજ


SHARE













મોરબી પોલીસે ચોરાઉ ૨૩ ટીવીએસ સાથે પકડેલા રાજકોટ-ગાંધીધામના પાંચ રીઢા ચોરના રિમાન્ડ લેવા તજવીજ

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાંથી વાહન ચોરીના બનાવ વધી રહ્યા હતા જેથી મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે ચોરી કરેલ ટીવીએસ હેવી મોપેડ ૨૩ મોટર સાયકલ સાથે રીઢા પાંચ ચોરને પકડી પડેલ છે અને પોલીસે કુલ મળીને ૫,૭૫,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમા હતી ત્યારે પીએસઆઈ એસ.એમ.રાણા સહિતનાને મળેલ ચોક્કસ હકિકત આધારે મોરબી નાની કેનાલ રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે બે ઈસમો અલગ અલગ ટીવીએસ મોપેડ મોટર સાયકલ લઈને આવતા હતા તેને રોકીને પોલીસે પૂછપરછ કરતાં બલુભાઇ દેવજીભાઇ  વડેચા  જાતે દેવીપુજક (ઉ.૪૦) રહે. ભાવનગર રોડ દૂધસાગર રોડ દૂધની ડેરીની પાછળ મફતીયાપરામાં રાજકોટ વાળો હતો અને તેની પાસે જીજે ૩ કેએ ૦૯૭૮ હતું જેના કાગળો હતા નહીં માટે પોકેટ મોબાઈલથી સર્ચ કરી જોતા તે બીજાના નામનું મોપેડ હતું જેની રાજકોટમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી

જ્યારે બીજા શખ્સનું નામ ડાયાભાઇ અમરશીભાઇ વડેચા જાતે દેવીપુજક (ઉ.૪૫) રહે. અંજાર રોડ કેનાલની બાજુમાં શનિદેવ ભરડીયા સામે ઝુપડપટ્ટી આદીપુર વાળો હતો અને તેની પાસે જીજે ૩૬ એન ૪૬૧૮ નંબરનું મોપેડ હતું જેના કાગળો હતા નહિ જેથી વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા તેને સાતેક દિવસ પહેલા બલુભાઇ દેવજીભાઇ વારૈયા સાથે મોરબી શાકમાર્કેટ પાસેથી ચોરી કરીને વેચાણ કરવા માટે આપેલ હોવાનુ કબૂલ્યું હતું અને મોપેડની ચોરી થઈ હોવાની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાઈ હતી ત્યાર બાદ બન્ને ઈસમોની યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા બંનેએ મોપેડ ચોરીને નાની વાવડી ગામ કબીર આશ્રમ પાછળ આવેલ બાવળની કાટમા રાખેલ હોવાનું સામે આવ્યું હતું ત્યાં છે કરીને ૧૧ ટી.વી.એસ મોટર સાયકલો કબજે કર્યા હતા

તેમજ આરોપીની વધુ પુછપરછ કરતા પોતે મોરબી શહેરમાથી ચોરેલ ૭ મોપેડ ગાંધીધામ આરોપીઓના રહેણાક મકાનમાં રાખ્યા હતા ત્યાથી કબ્જે કરેલ છે અને બલુભાઇ દેવજીભાઇ  વડેચાએ ગાંધીધામ શહેરમા અલગ અલગ જગ્યાએ વહેચી નાખેલ ૩ મોપેડ અને આમ કુલ ૨૩ ટીવીએસ મોપેડ જેની કિંમત ૫,૭૫૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં આરોપી બલુભાઇ દેવજીભાઇ વારૈયા, ડાયાભાઇ અમરશીભાઇ વડેચા તેમજ રમેશભાઈ ચતુરભાઈ પટણી જાતે દેવીપુજક (ઉ.૩૭) રહે. હાલ લીલાશા કુટીયા ઈસ્કોન મંદીર પાસે આદીપુર મુળ રહે ગાંધીધામ જીલ્લો પુર્વ કચ્છ, દેવજીભાઈ રમેશભાઈ કુવરીયા જાતે દેવીપુજક (ઉ.૨૨) રહે આદીપુર ગોલ્ડન સીટી કેનાલની બાજુમા તાલુકો ગાંધીધામ અને કાંતીભાઈ બાબુભાઈ વડેચા જાતે દેવીપુજક (ઉ.૪૦) રહે. ખેડોઈ ગામ તાલુકો અંજાર વાળાની ધરપકડ કરેલ છે

વધુમાં પોલીસે જણાવ્યુ હતુ કે, આરોપી બલુભાઇ દેવજીભાઇ વારૈયા, ડાયાભાઇ અમરશીભાઇ વડેચા અગાઉ ગાંધીધામ સીટી એ ડીવીજન પોસ્ટેમા આઈ.પી.સી.કલમ ૩૦૨ ના ગુન્હામા ૩ વર્ષની પાલારા જેલમા સજા ભોગવેલ છે અને આરોપી બલુભાઇ દેવજીભાઇ વારૈયાએ મોરબી શહેર તથા રાજકૉટ શહેરમા અલગ અલગ જગ્યાએ પાર્ક કરેલ મોપેડની સમયાંતરે ચોરીઓ કરેલ છે અને ખાસ કરીને શાકભાજીની માર્કેટ, માર્કેટયાર્ડ, બસ સ્ટેન્ડ તથા ભીડ ભાડ વાળી જગ્યાઓએ પાર્ક કરેલ વાહનોમાંથી ફક્તને ફક્ત ટીવીએસ મોપેડની જ ચોરી કરતાં હતા અને સામાન્ય કિંમતે તે વેંચી નાખતા હતા આ પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે








Latest News