હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો


SHARE

















મોરબીની ઘુનડા(સ.) પ્રા.શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાની શ્રી ઘુનડા(સ.) પ્રાથમિક શાળાના ધોરણ - ૮ ના વિદ્યાર્થીઓનો આ શાળામાં અભ્યાસ પૂર્ણ થતાં તેમનો વિદાય સમારોહ આયોજિત થયો.પ્રાથમિક શિક્ષણ વ્યક્તિત્વ વિકાસ અને ઘડતર માટેનું મૂલગત શિક્ષણ ગણાય છે.મોબાઈલમાં સેવ થયેલ કોઈ અંગત મિત્રનો નંબર ડિલીટ થઈ શકે છે પરંતુ,વિદ્યાર્થીના હૃદયમાં સેવ થયેલ તેની પ્રાથમિક શાળા અને શાળાના ગુરુજનો પ્રત્યેનો સ્નેહ જીવનભર ડિલીટ થતો નથી.આ વિદાય સમારોહમાં ઘો.૮ ના વિદ્યાર્થીઓ તરફથી શાળામાં તેમની યાદગીરી સ્વરૂપે  શાળાને યુનિવર્સલ કંપનીનું રૂપિયા ૧૫૦૦૦/- ની કિંમતનું ટ્રોલી સ્પીકર અર્પિત કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસકાળ દરમ્યાનના અનુભવો, પ્રતિભાવો અને સંસ્મરણો પ્રસ્તુત કર્યા હતાં. શાળાના મુખ્ય શિક્ષક ધર્મેન્દ્ર જી.જીવાણી તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા  વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓ ધોરણ ૯ માં પ્રવેશ મેળવે અને અભ્યાસમાં ખૂબ આગળ વધી તેમના જીવનનું નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી




Latest News