ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠા ઈલેક્ટ્રીક શોટ સર્કીંટથી કારખાનામાં આગ : ૨૫ લાખનું નુકસાન


SHARE

















મોરબીના સામાકાંઠા ઈલેક્ટ્રીક શોટ સર્કીંટથી કારખાનામાં આગ : ૨૫ લાખનું નુકસાન

મોરબીના સામાકાઠે વાંકાનેર હાઇવે ઉપર વિશાલ ફર્નીચરની પાછળ આવેલા કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટસર્કિટને લીધે આગ લાગી હતી જેમાં લાખો રૂપિયાની વસ્તુઓ આગમાં સ્વાહા થઇ જતા કારખાનેદારે આ અંગે પોલીસમાં જાણ કરી હતી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૂળ ચકમપર (જી.) ના વતની અને હાલ મોરબીના સામાકાંઠે ઉમાં ટાઉનશિપમાં રહેતા યોગેશભાઈ કાંતિલાલ દેત્રોજા પટેલ નામના ૩૪ વર્ષીય યુવાને જાણ કરી હતી કે વિશાલ ફર્નિચરની પાછળ આવેલા તેમના ઉમા ડેકોર નામના યુનિટમાં ઈલેક્ટ્રીક સર્કિટના લીધે આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં આગ લાગતા પ્રિન્ટીંગ વિભાગમાં રહેલ મોટા કેરબામાં ભરેલ કેમિકલ, તૈયાર-કાચો માલ તેમજ યુનીટમાં મશીનરી સહિતની વસ્તુઓમાં આગના લીધે અંદાજે ૨૦ થી ૨૫ લાખનું નુકસાન થવા પામેલ છે જે અંગે નોંધ કરીને હાલમાં હેડ કોન્સ્ટેબલ જે.જે.ડાંગરે તપાસ હાથ ધરેલ છે.

મારામારીમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર મહેશ હોટલ પાસે થયેલ મારામારીના બનાવમાં વજાભાઇ નવઘણભાઈ ખાંભલા (રહે.લીલાપર) નામના ૨૯ વર્ષીય યુવાનને ઇજાઓ પહોંચતા સારવાર માટે લઇ જવાયો હતો.જ્યારે વાંકાનેરના લાકડધાર ગામના રિતિક ભરતભાઈ નામના છ વર્ષના બાળકને સુંદરી ભવાની પ્રાથમિક શાળા પાસે વાહન અકસ્માતમાં ઈજા થઈ હોય તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ લજાઈ ચોકડી પાસે થયેલ વાહન અકસ્માતના બનાવમાં મુકેશભાઈ રવજીભાઈ મકવાણા નામના ૪૫ વર્ષીય યુવાનને પણ સારવાર માટે અહીં સિવિલે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

જોડીયા નજીકના જામસર ગામના હિતેશ વિનોદ રાઠોડ નામનો ૩૨ વર્ષીય યુવાન ગામમાંથી મોરબી આવતો હતો ત્યારે થાવરીયા ગામ પાસે તેનો પ્ તેને ઈજાઓ થતા સારવાર માટે લઇ જવાયો હતો જ્યારે મોરબીના રેલવે સ્ટેશન પાસે વાહન અકસ્માતના બનાવમાં વીસીપરા મહેતા રવિ લાભુ દેવીપુજક ના આઠ વર્ષના બાળકને ઈજાઓ પહોંચતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો તેમજ હળવદના સુંદરી ભવાની ગામે રહેતી સોનાબેન વિક્રમ ભાઈ આંબાભાઈ બામણીયા નામની 29 વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને અહીં મંગલમ હોસ્પિટલ લાવવામાં આવી હતી.




Latest News