ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં ફળિયામાં દીવાલની તકરારમાં યુવાન ઉપર હુમલો કરનારા ચાર પિતરાઇ ભાઈઓની ધરપકડ


SHARE

















મોરબીમાં ફળિયામાં દીવાલની તકરારમાં યુવાન ઉપર હુમલો કરનારા ચાર પિતરાઇ ભાઈઓની ધરપકડ

મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે આવેલા મફતીયા પરામાં રહેતા યુવાનને ઘરના ફળિયામાં દીવાલ કરવા બાબતે તેના ચાર પિતરાઇ ભાઈઓ સાથે તકરાર ચાલી રહી હતી હતી તેવામાં ચારેય ભાઈઓએ એક સંપ કરીને યુવાન સહિતનાને માર માર્યો હતો તેમજ યુવાનને માથાના પાછળના ભાગે તલવાર મારી હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને સારવાર લીધા બાદ ચાર પિતરાઇ ભાઇઓની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરેલ છે

મોરબીના માધાપર શેરી નં ૨૨ માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતાં રાજેશભાઇ સવજીભાઇ પીપળીયા જાતે કોળી (ઉ.૨૨)એ તેના પિતરાઇ ભાઈ શંકર બાબુ પીપળીયા, અશોક બાબુ પીપળીયા, ચંદુ બાબુ પીપળીયા અને કેતન બાબુ પીપળીયા રહે. ચારેય મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબીના નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે મફતીયા પરામાં તે રહે છે અને આરોપીઓ તેના પીતરાઇ ભાઇ થાય છે અને રહેણાંક મકાનના ફળીયામા દીવાલ બનાવવા બાબતે તકરાર ચાલતી હતી અને ત્યાર બાદ ઝઘડો કરીને ગાળો આપી હતી અને ચારેય શખ્સોએ ફરિયાદી યુવાન તેમજ સહેદને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે શંકર બાબુ પીપળીયા (૩૨), અશોક બાબુ પીપળીયા (૩૦), ચંદુ ઉર્ફે સંદીપ બાબુ પીપળીયા (૨૦) અને કેતન ઉર્ફે ચેતન બાબુ પીપળીયા (૨૨) રહે. ચારેય મોરબી નવલખી રોડ સેન્ટમેરી સ્કુલ પાસે વાળાની ધરપકડ કરેલ છે




Latest News