મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા વાંકાનેરના અણીટીંબા ગામે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સ પકડાયા મોરબીના મહેન્દ્રનગર નજીક ટીસીમાંથી શોર્ટ લાગતાં અજાણ્યા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાની મેડિકલ કોલેજ મુદે ગાંધીનગરમાં કમિશ્નરને આરટીઆઈ હેઠળ અરજી કરીને માહિતી માંગવામાં આવી


SHARE

















મોરબી જીલ્લાની મેડિકલ કોલેજ મુદે ગાંધીનગરમાં કમિશ્નરને આરટીઆઈ હેઠળ અરજી કરીને માહિતી માંગવામાં આવી

મોરબી જીલ્લામાં સરકારી મેડિકલ કોલેજને લઈને અગાઉ કોંગ્રેસ દ્વારા ધરણાં કરવામાં આવ્યા હતા અને ભાજપ દ્વારા રાજુયાતો કરવામાં આવી હતી તો પણ આજ સુધી મેડિકલ કોલેજ મુદે મગનું નામ મારી થયું નથી ત્યારે માહિતી અધિકાર અધિનીયમ ૨૦૦૫ હેઠળ મોરબીના જાગૃત આગેવાને ગાંધીનગરમાં કમિશ્નરને અરજી કરીને મેડિકલ કોલેજને લાગણી મહત્વની માહિતી માંગી છે જે આપવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે

મોરબીમાં સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે રાજધાની કોમ્પ્લેક્ષમાં રહેતા કાન્તિલાલ ધરમશીભાઈ બાવરવાએ હાલમાં કમિશનર આરોગ્ય તબીબ સેવાઓ અને તબીબ શિક્ષણ વિભાગમાં આરટીઆઈ હેઠળ અરજી કરીને મોરબી જીલ્લામાં મંજૂર કરવામાં આવેલ મેડિકલ કોલેજની માહિતી માંગવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં ગ્રીનફિલ્ડમાંથી બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ બનવાવા માટેના ઠરાવની નકલ આપવી, મોરબી જીલ્લામાં બ્રાઉન ફિલ્ડમાંથી ફરીથી ગ્રીનફિલ્ડ કોલેજ બનાવવા માટેના કરેલ ઠરાવની નકલ આપવી, (જો ગ્રીનફિલ્ડના કરેલ હોય તો નથી કરેલ તેમ જણાવવા વિનંતી.), મોરબીમાં બ્રાઉન ફિલ્ડ કોલેજ બનાવવા માટે સંસ્થાઓ પાસેથી આપના દ્વારા માંગવામાં આવેલ ઓફરો માટે કેટલી સંસ્થાઓએ  ભાગ લીધેલ અને એ સંસ્થાઓના નામ સરનામાં આપવા, મેડીકલ કોલેજના બિલ્ડીંગ બનાવામાં માટે આપવામાં આવેલ ટેન્ડર નોટીસની નકલ, મોરબીમાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજ ચાલુ કરવા માટે મંગાવેલ  ઓફરોની છેલ્લે આજની તારીખે શું? સ્થિતિ છે તેની માહિતી, મોરબીમાં થનાર મેડીકલ કોલેજમાં ક્યારે વિધાર્થીઓનાં એડમીશન ચાલુ થશે, જો સરકારી મેડીકલ કોલેજ બનાવવાની  હોય તો તેના માટેના સ્ટાફની ભરતી કરેલ છે?,  જો હોય તો તેની વિગત આપવી, મોરબી સરકારી મેડીકલ કોલેજ માટેની હોસ્પિટલ ક્યાં બનશે તેની માહિતી આપવી અને જો મોરબીમાં સરકારી મેડીકલ કોલેજ જ બનવાની હોય તો જે સંસ્થાઓએ ઓફર કરેલ હોય અને તે બધી જ સંસ્થાઓએ ડીપોઝીટ ભરેલ  હોય તે પરત કરેલ છે કે કેમ? તેની માહિતી માંગવામાં આવી છે 




Latest News