મોરબી: જુના નસીતપર ગામની શાળામાં શિક્ષિકાએ સ્માર્ટ ટીવી ભેટ આપ્યું મોરબીના લૂંટ-ધાડના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મોરબીમાં સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપી 20 વર્ષની સજા મોરબીમાં યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ધારિયા વડે હુમલો કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં વ્યાજના રૂપિયા માટે વૃદ્ધ અને તેના દીકરાને ધમકી આપનારા વધુ એક વ્યાજખોરની ધરપકડ મોરબી વોર્ડ નંબર 5 ના સ્થાનિક પ્રશ્નોની મહિલા ભાજપ આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં આવેલ કબીર આશ્રમ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
Morbi Today

મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા


SHARE













મોરબીમાં યુવાને મકાન માટે ૪.૯૦ લાખ મિત્રને આપેલા જેનો ચેક રિટર્ન થવાના કેસમાં આરોપીને એક વર્ષની સજા

મોરબીમાં યુવાને પોતાના મિત્રને મકાન લેવા માટે મદદરૂપ થવા રોકડા રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા જે રકમ જરૂરિયાત હોય તેને પરત માંગતા તેના મિત્રએ ચેક આપ્યો હતો જે બેંકમાં નાખતા તે ચેક પરત ફર્યો હતો જેના લીધે ભોગ બનેલા યુવાને કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કોર્ટે ડબલ રકમ નવ ટકા વ્યાજ સાથે પરત કરવા તેમજ એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે અને જો રકમ ભરવામાં કશુર કરે તો વધુ ૯૦ દિવસની સજા કરી છે

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ ઉપર રહેતા નુરૂદિન  શાહબુદ્દીનભાઈ રૈયાણી નામના યુવાને મિત્રતાના દાવે પોતાના મિત્ર રાહુલ રસિકભાઈ વાઘેલા રહે. વીસીપરા મોરબી વાળાને મકાન લેવા માટે રૂપિયા ૪.૯૦ લાખ આપ્યા હતા અને બાદમાં પોતાને જરૂર પડતાં તે રકમ તેણે પોતાના મિત્ર રાહુલ વાઘેલા પાસે પરત માંગી હતી જે રકમ માટે રાહુલભાઈ દ્વારા ચેક આપવામાં આવ્યો હતો અને તે ચેક ફરિયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક રિટર્ન થયો હતો તે બાબતે નુરુદ્દીનભાઈ રૈયાણીએ રાહુલ વાઘેલા વિરુદ્ધ કોર્ટમાં નેગોશીએબલ એકટ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો અને તે કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી નુરુદ્દીનભાઈના વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર દ્વારા કરવામાં આવેલ ધારદાર દલીલોને અંતે કોર્ટ દ્વારા ઉપરોક્ત કેસમાં રાહુલ વાઘેલાને તકસીરવાન ઠેરાવવામાં આવ્યો હતો અને તેના એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલી છે તેમજ કોર્ટ દ્વારા ચેકની રકમ ૪.૯૦ લાખને બદલે ડબલ રકમ એટલે કે ૯.૮૦ લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે અને જો રકમ ચૂકવવામાં કસુર કરવામાં આવે તો આરોપીને વધુ ૯૦ દિવસની સાદી કેદની સજા કોર્ટે ફટકારી છે આ કેસમાં ફરિયાદી પક્ષેથી વકીલ ચેતનભાઈ સોરીયા અને એસ.કે. પરમાર રોકાયેલા હતા.








Latest News