માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડીએ સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પિતાએ દીકરા સામે નોંધાવી ફરિયાદ


SHARE















ટંકારાની લતીપર ચોકડીએ સર્જાયેલા જીવલેણ અકસ્માતમાં પિતાએ દીકરા સામે નોંધાવી ફરિયાદ

ટંકારાની લતીપર ચોકડી પાસેથી માતાને બાઈકની પાછળના ભાગે બેસાડીને જતા યુવાનના બાઇકની પાછળ બેઠેલ તેની માતા અકસ્માતે નિચે પડી જતા યુવાનની માતાને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેણીનું મોત નિપજ્યું હતું. બનાવમાં મૃતકના પતિએ પોતાના જ દીકરા સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે ટંકારા તાલુકાના મીતાણા પાસે આવેલ પ્રભુનગરમાં રહેતાં દાઉદભાઈ વલીભાઈ મૂળદે  સંધી (ઉમર ૬૧) એ પોતાના દીકરા ફિરોજ દાઉદભાઈ મૂળદેની સામે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગત તા.૧૬-૬ ના રોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં તેમનો દીકરો ફિરોઝ પોતાની માતાને બાઈકના પાછળના ભાગે બેસાડીને બાઇક નંબર જીજે ૩૬ કે ૬૫૩૨ ઉપર લતિપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પોતાનું ઓવરસ્પીડ અને બેદરકારીપુર્વક બાઇક ચલાવતા બાઇકના પાછળ બેસેલ તેની માતાને નીચે પછાડી દેતા તેણીને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં ટંકારા તાલુકા પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ નોંધીને ફરિયાદીના દીકરાની સામે ગુનો નોંધી આરોપી પુત્રને પકડવા માટે પીએસઆઇ બી.ડી.પરમારે તજવીજ શરૂ કરેલ છે.

દેશી દારૂનો આથો

હળવદ તાલુકાના સુંદરગઢ ગામની સીમમાં નદીના પટ્ટમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમીના આધારે નદીના પટમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી કુલ મળીને દેશી દારૂ બનાવવા માટેનો ત્રણ હજાર લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે છ હજાર રૂપિયાની કિંમતનો દેશીદારૂ બનાવવાનો આથાનો જથ્થો કબ્જે કર્યો હતો અને આ જથ્થો રમણીક ઉર્ફે મુન્નો કાળુભાઇ કોળી રહે.સુંદરગઢનો હોવાનું સામે આવ્યું હોય હવે તેને પકડવા માટે હળવદ પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News