ટંકારાના ઓટાળા ગામે જુગાર રમતા ચાર જુગારી પકડાયા
SHARE
ટંકારાના ઓટાળા ગામે જુગાર રમતા ચાર જુગારી પકડાયા
ટંકારા તાલુકાના ઓટાળા ગામે દેવીપુજક વાસમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી ત્યારે ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળ્યા હતા જેથી કરીને પોલીસે ૨૪૭૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી વિગત મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે આવેલ દેવીપૂજકની અંદર આંબેડકર હોલની પાછળના ભાગમાં જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેના આધારે પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી ત્યારે વસંતભાઈ મોહનભાઈ વાઘેલા, મહેશભાઈ ભલાભાઇ પરમાર, અજયભાઈ મગનભાઈ પરમાર અને ચતુરભાઈ રમેશભાઈ છીપરિયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૪૭૦ રૂપિયાની રોકડ કબજે કરીને તેઓની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
એક બોટલ દારૂ
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી મંદિર પાસેથી નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર લઈને પસાર થઈ રહેલા યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી દારૂ એક બોટલ મળી આવી હતી જેથી કરીને ૩૦૦ ની કિંમતનો દારૂ અને વીસ હજાર રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ ૨૦૩૦૦ રૂપિયાના મુદ્દામાલ સાથે વિપુલ અરવિંદભાઈ સોલંકી (ઉંમર વર્ષ ૨૬) રહે દલડી ગામ વાળાની ધરપકડ તેની પાસે દારૂની બોટલ ક્યાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે