મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીના એસપી રોડે બહુમાળીમાં ૧૦માં માળેથી નીચે પટકાતાં મજૂરનું મોત


SHARE

















મોરબીના એસપી રોડે બહુમાળીમાં ૧૦માં માળેથી નીચે પટકાતાં મજૂરનું મોત

મોરબી નજીકના રવાપર ગામ પાસે રામકો બંગલોની સામેના ભાગમાં નવા બની રહેલ બહુમાળી બીલ્ડીંગમાંથી દસમા માળેથી નીચે પટકાતા મજૂર યુવાનનું મોત નીપજયું હતું.જેથી કરીને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામ પાસે રામકો બંગલોની સામે સરદાર પટેલ રોડ (એસપી રોડ) આવેલ છે જ્યાં ઇડન ગાર્ડન એપાર્ટમેન્ટનું ૧૦ માળનું બાંધકામ કરવામાં આવી રહ્યું છે અને તેમાં ઝુલો બાંધીને પ્લાસ્ટરનું કામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે અચાનક ઝુલો તૂટી પડતા ૧૦ માં માળેથી પીરારામ અમરારામ જાટ (ઉંમર ૩૧) હાલ રહે.મોરબી રવાપર ગામ રામકો બંગલો સામે ઝૂંપડપટ્ટી મુળ રહે.રાજસ્થાનવાળો નીચે પટકાતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોય મૃતદેહને પીએમ માટે સિવિલે ખસેડાયો હતો.જયાંથી બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરાતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ અકસ્માતના બનાવની નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના મકરાણીવાસ વિસ્તારમાં બ્રાહ્મણની ભોજનશાળા પાસે રહેતાં જુસબભાઈ બચુભાઈ ચાનીયા નામના ૬૦ વર્ષના આધેડ બાઇક લઇને રાજકોટ હાઈવે ઉપરથી જતા હતા ત્યાં ટંકારા નજીક આવેલ ઓનેસ્ટ હોટલની પાસે તેમના બાઇકની આડે કોઈ પશુ ઉતરતા વાહન સ્લીપ થઈ ગયું હતું જે બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા જુસબભાઈને અત્રેની આયુષ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.

જ્યારે મોરબીના પંચાસર રોડ રાજનગર વિસ્તારમાં રહેતા પ્રમોદભાઈ ભગવાનદાસભાઈ સિધ્ધપુરા નામના ૭૬ વર્ષીય વૃદ્ધ મોરબીના સામાકાંઠે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મહાદેવ મંદિર પાસે બાઇકમાંથી નિચે પડી જતા ઈજાગ્રસ્ત થયેલા પ્રમોદભાઈ સિધ્ધપુરાને અહીંની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ ૨૫ વારિયા વિસ્તારમાં રહેતા કંચનબેન નિલેશભાઈ ચુડાસમા નામના ૫૨ વર્ષીય મહિલાને તેમના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેઓને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News