મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીના નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ઇજા પામેલ આધેડનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબી એલસીબીની ટીમે ૨૧૦૦ બોટલ દારૂ ભરેલ રાજસ્થાની ટ્રક સાથે એકને દબોચ્યો


SHARE





























મોરબી એલસીબીની ટીમે ૨૧૦૦ બોટલ દારૂ ભરેલ રાજસ્થાની ટ્રક સાથે એકને દબોચ્યો: પાવડરની આડમાં દારૂ ઘુસાડવાનો પર્દાફાશ

મોરબી જીલ્લામાં ટંકારા તાલુકાનાં મિતાણા ગામની સીમમાં આવેલ શિવપેલેસ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ ટાટા ટેઇલરને મોરબી એલ.સી.બી.ની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે પાવડરની આડમાં સંતાડેલ અંગ્રેજી દારૂની ૨૧૦૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૨,૭૭,૪૦૦ નો દારૂ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ૨૭,૮૨,૪૦૦ ના મુદામાલ સાથે એક ઇસમ ઝડપી પડેલ છે

મોરબી જીલ્લામાં ચોરીછુપીથી દારૂની હેરાફેરી કરવામાં આવતી હોય છે અને જુદીજુદી રીતે દારૂનો જથ્થો પકડવામાં આવે છે ત્યારે મોરબી એલસીબીના પીઆઇ વી.બી.જાડેજા તથા સ્ટાફના માણસો ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસરકારક કામગીરી કરવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલ.સી.બી.ના પૃથ્વિસિંહ જાડેજા, શકિતસિંહ ઝાલા તથા વિક્રમભાઇ કુંગસીયાને સંયુકત ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, મોરબી- રાજકોટ હાઇવે રોડ, મિતાણા ગામની સીમમાં આવેલ શીવપેલેસ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક ટ્રેલર નંબર આરજે ૩૬ જીએ ૩૦૯૪ માં સફેદ પાવડરની થેલીઓની આડમાં અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે

જે સચોટ હકિકત આધારે શિવ પેલેસ હોટલના ગ્રાઉન્ડમાં રેઇડ કરતા હકિકત વાળી ટ્રક ટેઇલર આરજે ૩૬ જીએ ૩૦૯૪ વાળી મળી આવતા તેમાં ચેક કરતા ટ્રક ટેઇલરના સફેદ પાવડર ભરેલ પ્લાની કોથળીઓ હતી જેની આડમાં અંગ્રેજીદારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે વાહન ચાલક મહેન્દ્રસીંગ ધુકલસીંગ ભુરસીંગ રાવજ જાતે રાજપૂત રહે. ખોખરી થાણુ સેંદડા, પોસ્ટ ગીર, રાયપુર જીલ્લો પાલી રાજસ્થાન વાળાને પકડેલ છે અને માલ મંગાવનાર તથા માલ મોકલનાર વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવેલ છે અને પોલીસે હાલમાં બ્લેન્ડર પ્રાઇડ અબ્રા પ્રિમીયમ હીસ્કીની કંપની શીલપેક બોટલ –રૂપિયા, ,૨૬,૨૦૦, મેડોવેલ -૦૧ ડીલક્ષ કલેકશન વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ રૂપિયા ,૫૧,૨૦૦ તેમજ  ટાટા ટ્રક ટેઇલર ૧૫,૦૦૦,૦૦ આમ કુલ ૨૭,૮૨,૪૦૦ નો માલ કબ્જે કરેલ છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજા, કોન્સ.દિલીપભાઇ ચૌધરી, પુથ્વીરાજસિંહ જાડેજા, શકિતસિંહ લખધીરસિંહ ઝાલા, વિક્રમભાઇ કુંગસીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, સતીષભાઇ વામજા વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ
















Latest News