મોરબીમાં નીલકંઠ સ્કૂલ પાસે કાલે નેચરલ વસ્તુઓનું રાહતદરે થશે વેચાણ
મોરબી જિલ્લામાં રવિવારે ૪ વિજ સબસ્ટેશનનું લોકાર્પણ, બે સબસ્ટેશનનું ભુમિ પુજન
SHARE
મોરબી જિલ્લામાં રવિવારે ૪ વિજ સબસ્ટેશનનું લોકાર્પણ, બે સબસ્ટેશનનું ભુમિ પુજન
મોરબીની આસપાસમાં આવેલા ઓદ્યોગીક એકમોને અવિરત પણે વીજ પુરવઠો મળતો રહે તેના માટે સરકાર દ્વારા ધડોધડ વીજ સાન સ્ટેશનો મંજૂર કરવામાં આવી રહ્યા છે અને બનાવવામાં આવી રહ્યા છે ત્યારે ત્યારે મોરબી જિલ્લામાં રવિવારે ૪ વિજ સબસ્ટેશનનું લોકાર્પણ, બે સબસ્ટેશનનું ભુમિ પુજન કરવામાં આવશે
૬૬ કે.વી. વિજ સબસ્ટેશન લાલપર, ભુતકોટડા, પંચાસીયા, સોભેશ્વરનું લોકાર્પણ અને ૬૬ કે.વી. વિજ સબસ્ટેશન આંદરણા અને ઘુંટું-૨ નું ભુમિ પુજન તા.૧૧/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના હસ્તે તેમજ મોરબીના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઈ મેરજાની ઉપસ્થિતીમાં મોરબી સીરામિક એસોશીએશન હોલ ખાતે રાખવામાં આવેલ છે.