મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીમાં નીલકંઠ સ્કૂલ પાસે કાલે નેચરલ વસ્તુઓનું રાહતદરે થશે વેચાણ


SHARE













મોરબીમાં નીલકંઠ સ્કૂલ પાસે કાલે નેચરલ વસ્તુઓનું રાહતદરે થશે વેચાણ

મોરબીમાં મયુર નેચર ક્લબ અને હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા નેચરલ વસ્તુઓનું રાહતદરે કાલે વેંચાણ કરવામાં આવશે જેની વિગત આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, શહેરના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલ નજીક એવન્યુ પાર્ક પાસે તા ૧૧/૭ ને રવિવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યાં સુધી નેચરલ વસ્તુઓનું રાહતદરે કરવામાં આવશે

જેમાં લોકોને હરડે પાવડર, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, દેશી ગોળ, ગૌમૂત્ર અર્ક, નગોળનું તેલ, રાગીના લોટના ભૂંગળા, અગરબત્તી, સોરઠ ઓર્ગેનિક ફાર્મની હળદર, દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, કાળી માટીના વાસણો વિગેરે મળશે અને આ ઉપરાંત આંબળાની  મીઠી કેન્ડી, બાજરીના લોટના ખાખરા અને સરગવાનાં પાનના થેપલા, અથાણાં વગેરે પણ મળશે તેવું આ વિતરણ વ્યવસ્થાનાં  સંયોજક જીતેન્દ્ર ઠક્કરની યાદી જણાવે છે અને ખાસ જે લોકો કાલે ખરીદી કરવા માટે આવે તેઓ કોરોના મહામારીનાં પગલે માસ્ક અને  સોસીયલ ડિસ્ટન્સનાં નિયમોનું પાલન કરે તેવો અનુરોધ કર્યો છે








Latest News