મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

વાંકાનેરનાં સરતાનપર નજીક આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર સમજીને યુવાનને માર મારીને કરી નાખી હત્યા


SHARE











વાંકાનેરનાં સરતાનપર નજીક આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર સમજીને યુવાનને માર મારીને કરી નાખી હત્યા

વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રાત્રિના સમયે સૂતેલ મહિલા અને તેની દીકરીનું અજાણ્યા શખ્સ દ્વારા ગોદડું ખેંચવામાં આવ્યું હતું જેથી કરીને મહિલાએ બૂમા બૂમ કરી મૂકી હતી અને મહિલાના પતિ સહિતના પાંચ શ્ખ્સોએ ત્યાં આવીને અજાણ્યો શખ્સ ચોરી કરવા માટે આવ્યો છે તેવું સમજીને તેને માર માર્યો હતો જેથી કરીને અજાણ્યા યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું હાલમાં આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા કારખાનેદારની ફરિયાદ લઈને આરોપીઓને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી છે. 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળીયા ગામે રહેતા રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા જાતે પટેલ (ઉ.૨૫)એ હાલમાં બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, અસલમ જાબુદીન મલીક, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ રહે. ચારેય મૂળ ઉત્તર પ્રદેશ અને મહેન્દ્રસિંહ ધરનાસિંહ રહે. મૂળ અજમેર રાજસ્થાન વાળાની  સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તા ૯/૭ ના રોજ રાતે ૨થી ૩ વાગ્યાના અરસામાં વાંકાનેર તાલુકાનાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં મરણ જનાર અજાણ્યો આશરે ૨૫થી ૩૫ વર્ષનો પૂરૂષ આવ્યો હતો અને આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાનની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનું ગોદડુ ખેંચતા તેઓ જાગી ગયા હતા અને દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ છે તેવું બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન, કપીલકુમાર વીરપલસિંહ, રાહુલકુમાર સંજયસિંહ, મહેન્દ્રસિંહ ધરનાસિંહ અને અસલમ જાબુદીન મલીકએ તેને પકડીને લાકડી વતી માર માર્યો હતો અને તેનું માથુ પકડી પછાડી ઢીકાપાટુનો ઢોર માર્યો હતો જેથી કરીને અજાણ્યા પુરૂષને માથામાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજયુ હતું જેથી કરીને આ બનાવમાં કારખાનેદારની ફરિયાદ લેવામાં આવી છે અને પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૨૩૨૩૧૪૩૧૪૭૧૪૮૧૪૯જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News