મોરબીમાં વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પત્રકાર મિલનનો કાર્યક્રમ યોજાશે
માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
SHARE









માળીયા(મી)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિરમાં પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
મોરબી જિલ્લાના માળીયા(મી) તાલુકાના ભાવપર ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરનો પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામા આવેલ છે ત્યારે યજ્ઞ અને જીર્ણોધાર સહિતની વિધિ કરવામાં આવશે અને ત્યારે મોરબી માળીયા બેઠકના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઇ મેરજા સહિતના ભાજપ આગેવાનો, હોદેદારો સહિતના અગ્રણીઓ હાજર રહેશે
માળિયા(મી.) તાલુકા ભાજપના પ્રભારી સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા, કોમલબેન સુભાષભાઈ પડસુંબિયા, મૈત્રી સુભાષભાઈ પડસુંબિયા અને ઓમકુમાર સુભાષભાઈ પડસુંબિયા દ્વારા માળીયા(મી.)ના ભાવપર ગામે નીલકંઠ મહાદેવ મંદિર બનાવવામાં આવ્યું છે ત્યારે પુનઃ પ્રતિષ્ઠા યજ્ઞ અને જીર્ણોધાર વિધિનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથોસાથ ધર્મ સભાનું આયોજક સમસ્ત ભાવપર ગામ દ્વારા કરવામાં આવ્યું છે આગમી તા ૧૫ ને રવિવારના રોજ નીલકંઠ મહાદેવ મંદિર ખાતે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે. જેમાં યજ્ઞના આચાર્ય પદે શાસ્ત્રી હસુભાઈ પંડ્યા ઉપસ્થિત રહેવાના છે અને ધર્મ સભામાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જ્યંતિભાઈ કવાડીયા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા અને ક્રુભકોના ડાયરેક્ટર મગનલાલ વડાવીયા હાજર રહેશે. તે ઉપરાંત સંતોમાં જુનાગઢ ગિરનારી આશ્રમના ગુરુદેવ હેતનાથબાપુ, બગથળા નકલંક મંદિરના મહંત દમજી ભગત સહિતના હાજર રહેશે ત્યારે આ ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે સુભાષભાઈ સવજીભાઈ પડસુંબિયા અને સમસ્ત ભાવપર ગામ દ્વારા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે
