મોરબીના ડાયમંડનગર ગામે યુવાનને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ માર માર્યો
SHARE









મોરબીના ડાયમંડનગર ગામે યુવાનને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ માર માર્યો
મોરબી તાલુકાના આમરણ નજીક આવેલ ડાયમંડ નગર પાસે મેઈન બજારમાં યુવાનને ત્રણ મહિલાઓ સહિત પાંચ વ્યક્તિઓએ શંકાના આધારે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના ઓટાડા ગામે ધાવડામાતાના મંદિર પાસે બંગલા વાળી શેરીમાં રહેતો સાગરભાઇ મનસુખભાઇ સીપરીયા જાતે કોળી (ઉ.૨૪) મોરબી તાલુકાના આમરણ નજીક ડાયમંડનગરની બજારમાં હતો ત્યારે તેને બાબુભાઈ ઉર્ફે ઉપેન્દ્રભાઈ વિછોડિયા, ઇલાબેન બાબુભાઈ વિછોડિયા, જમનભાઈ શામજીભાઈ વિછોડિયા, જમનભાઈના પત્ની તેમજ જલ્પાબેન વિછોડિયાએ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા સાગરભાઇ મનસુખભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેના મિત્ર રવિએ આરોપી બાબુભાઈ વિછોડિયાની ભત્રીજી ઋત્વી સાથે મૈત્રી કરાર કરેલ છે જેના કાગળ ફરિયાદી યુવાન ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને આપવા માટે આવ્યો હતો તે બાબતની શંકાના આધારે આરોપીઓએ તેને માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે
વરલી જુગાર
મોરબી શહેરમાં આવેલ ઘંટીયા પા વિસ્તારમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે દિનેશભાઈ ચત્રભુજ કારીયા જાતે લોહાણા (૫૯) વરલી જુગાર આંકડા લેતા હોય તેની પાસેથી ૪૮૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બે બોટલ દારૂ
વાંકાનેર નજીક આવેલ લાલપર ગામની સીમમાં અંજની જીન પાસેથી પસાર થઈ રહેલા શખ્સોને પોલીસે ચેક કરતા તેની પાસેથી બે બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને ૭૫૦ રૂપિયાની કિંમતનો દારૃ કબજે કરીને પોલીસે વિજયભાઈ ઉર્ફે કીશન જીવાભાઈ મેર જાતે કોળી (ઉ.૨૨) રહે. લાલપર વાળાની ધરપકડ કરેલ છે
