સોડા બોટલની આડમાં દારૂની હેરફેરી !: વાંકાનેર બાઉન્ટ્રી નજીકથી 4,896 બોટલ દારૂ-11,436 બીયર ભરેલ ટ્રક સાથે બે શખ્સ પકડાયા મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર કોમી એકતા: માળિયા (મી)ના સરવડ ગામે ન્યાજે હુસેન સબીલનું આયોજન મોરબી જિલ્લા સેવા સદન ખાતે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાનું જનસંપર્ક કાર્યાલય શરૂ કરાયું મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે મોરબીમાં ત્રણ દિવસની ટ્રાફિક ડ્રાઇવમાં 105 સ્કૂલ વાહનને દંડ, 14 સ્કૂલ વાહન ડિટેઇન વાંકાનેરમાં મહોરમના તહેવાર અન્વયે ત્રણ દિવસ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણી અન્વયે વાંકાનેરના ચંદ્રપુર ખાતે સેમીનાર યોજાયો
Breaking news
Morbi Today

હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં કાકી-ભત્રીજાના મોત બાદ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો


SHARE

















 

હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં કાકી-ભત્રીજાના મોત બાદ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના સુસવાવ પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને દંપતી અને તેના ભત્રીજાને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ કાકી અને ભત્રીજાને હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તે બંનેના મોત નિપજ્યાં હતા આ બનાવમાં હાલમાં મૃતકના પતિએ અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હળવદના વેગડવાવ ગામે રહેતા અનિલભાઈ ચંદુભાઈ સુરેલા તેના પત્ની જયાબેન અનિલભાઈ સુરેલા (૨૭) અને ભત્રીજા હાર્દિક સંજયભાઈ (૭) સાથે સુસવાવ ગામે લગ્ર પ્રસંગમાં ગયા હતા અને ત્યાથી પરત બાઈક લઈ વેગડવાવ જતા હતા ત્યારે સુસવાવ નજીક અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી ત્રણેયને ઈજાઑ થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડાયા હતા જો કે, જયાબેન અનિલભાઈ સુરેલા અને તેના ભત્રીજા હાર્દિક સંજયભાઈને વધુ ઇજા થયેલ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નિજપ્યું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક નાસી છુટ્યો હતી જે બનાવમાં અનિલભાઈ ચંદુભાઈ સુરેલાએ હળવદ પોલીસ સ્ટેશને અજાણ્યા વાહન ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તજવીજ શરૂ કરેલ છે




Latest News