હળવદના સુસવાવ પાસે સર્જાયેલા અકસ્માતમાં કાકી-ભત્રીજાના મોત બાદ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાયો
અધિકારી-પ્રતિનિધિઓ વિકાસમાં ઓતપ્રોત !: મોરબીમાં પ્રવેશબંધીની ઐસી તૈસી, અંડરપાસના રસ્તે એસટી, ડમ્પર સહિતના વાહનોની અવર જવર
SHARE









અધિકારી-પ્રતિનિધિઓ વિકાસમાં ઓતપ્રોત ! : મોરબીમાં પ્રવેશબંધીની ઐસી તૈસી, અંડરપાસના રસ્તે એસટી, ડમ્પર સહિતના વાહનોની અવર જવર..!
મોરબીમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે નાના વાહન ચાલકોની સગવડતા માટે નદીના પટમાં બેઠો પુલ બનાવવામાં આવેલો છે અને આ બેઠો પુલ તૂટી ન જાય તેમજ અંડરપાસના રસ્તા ઉપર કોઈ જીવલેણ અકસ્માત ન સર્જાય તે માટે ત્યાં ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી હતી અને લોખંડની એંગલ લગાવવામાં આવી હતી જો કે, તેને છેલ્લા ઘણા સમયથી તોડી નાખવામાં આવેલ છે અને ત્યાર બાદ ફરી ફિટ કરવામાં આવી નથી જેથી કરીને બેઠા પુલના અંડરપાસના રસ્તા ઉપરથી આજની તારીખે એસટીની બસો, ખાનગી બસ, ડમ્પર, મેટાડોર સહિતના વાહનો પસાર થવા લાગ્યા છે જેના લીધે ટ્રાફિકની સમસ્યા તો ઊભી થાય જ છે પરંતુ કોઈ જીવલેણ અકસ્માત સર્જાઇ તો તેના માટે જવાબદાર કોઈ તે સૌથી મોટો સવાલ છે
મોરબીમાં આવતા અધિકારી અને પ્રજાના મતેથી આ એક વખત ચૂંટાઈ ગયેલા પ્રતિનિધિઓએ વિકાસના કામમાં એટલા બધા ઓતપ્રોત થઈ જાય છે કે તેઓના રોજ બરોજના રસ્તા ઉપર આવતી લોકોની સમસ્યા પણ તેને દેખાતી નથી અથવા તો તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તે હક્કિત છે કેમ કે, મોરબીની નટરાજ ફાટક ટ્રેન પસાર થવાની હોય ત્યારે બંધ કરવામાં આવે એટ્લે મોટા ભાગના લોકો તાત્કાલિક પોતાની મંજિલએ પહોચવા માટે મચ્છુ નદીના પટમાં જે બેઠો પુલ બનાવવામાં આવેલો છે તેનો ઉપયોગ કરતાં હોય છે જેમાં મોરબીના કલેક્ટર, ડીડીઓ, એસપી, ધારાસભ્યો, રાજ્યના મંત્રી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ આમ જનતાનો સમાવેશ થાય છે જો કે, આ બેઠા પુલના અંડરપાસના રસ્તા ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી છે તેમ છતાં પણ આજની તારીખે ત્યાથી બેફામ ગતિએ એસટીની બસો, ખાનગી બસ, ડમ્પર, મેટાડોર સહિતના વાહનો પસાર થવા લાગ્યા છે જે કોઈને દેખાતા નથી !
અત્રે ઉલેખનીય છે કે, બેઠો પુલ તૂટે નહીં અને લોકો તેનો સલામતી સાથે ઉપયોગ કરી શકે તે માટે ભારે વાહનો ત્યાંથી ન નીકળે તે માટે પ્રવેશબંધી કરીને બેઠાપુલના રસ્તાની બંને સાઇડમાં લોખંડની એંગલ મારીને રસ્તો ભારેવાહન માટે બંધ કરાયો હતો જો કે, એક કે બે દિવસ કે મહિના નહીં પરંતુ લગભગ એક વર્ષ કરતાં વધુ સમયથી મોડીરાત્રીના સમયે કોઈ અજાણ્યા વાહનચાલકે મોરબીના નટરાજ ફાટક પાસે બેઠા પુલ તરફ જવાના રસ્તે લગાવેલ લોખંડની એંગલ તેમજ બેઠા પુલ ઉપરથી સામાકાંઠે જવાના રસ્ત ઉપરની લોખંડની એંગલ તોડી નાખી છે ત્યાર બાદ જાણે કે, ભારે વાહનો માટે આ અંડરપાસનો રસ્તો લોકાર્પણ કરી દેવામાં આવ્યો હોય તેમ તૂટી ગયેલ એંગલોની જગ્યાએ નવી એંગલ મૂકવા માટે કોઈ કાર્યવાહી તંત્ર વાહકો કે પછી પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી આટલું જ નહીં ખૂબ જ મજબૂત લોખંડની એંગલ જે ભારે વાહનના ચાલકોએ તોડી નાખી હતી તેની સામે પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી
આજની તારીખે અંડરપાસના રસ્તા ઉપરથી એસટીની બસો, ખાનગી બસ, ડમ્પર, મેટાડોર સહિતના વાહનો પસાર થવા લાગ્યા છે જેથી બેઠા પુલના અંડરપાસના રસ્તા ઉપર પ્રવેશબંધીના લીરેલીરા ઉડાડવામાં આવતા હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે અને અહીથી હાલમાં જે ભારે વાહનો પસાર થાય છે તે વાહનોના લીધે જો કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે અત્રે ઉલેખનીય છે કે, વર્ષો પહેલા મોરબીના એસટી વિભાગને લેખિતમાં જાણ કરીને મચ્છુ નદીના પટમાં જે બેઠો પુલ બનાવવામાં આવેલો છે ત્યાંથી એસટીની બસોને પસાર કરવી નહીં તેવી સૂચના આપવામાં આવી હતી તો પણ આજની તારીખે અંડરપાસના રસ્તા ઉપરથી એસટીની વોલ્વો સહિતની બસો નીકળી રહી છે તે હકકીત છે જો તંત્ર દ્વારા ફરી પછી લોખંડની એંગલ ત્યાં મૂકવામાં આવશે તો જ ટ્રાફિક સહિતના પ્રશ્નો ઉલેકશે અને ભારે વાહનના લીધે જીવલેણ અકસ્માત સર્જાતો અટકશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી
