મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબીના પાવડયારી નજીક યુવાનને ચગદી નાંખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો 


SHARE











મોરબીના પાવડયારી નજીક યુવાનને ચગદી નાંખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો 

મોરબીના જેતપર રોડે પાવડિયારી નજીક રિક્ષા સાથે બાઇક અથાડ્યું હતું અને ત્યાર બાદ બાઈકમાથી નીચે પટકાયેલ બે પૈકીના એક યુવાન ઉપર ટ્રક ટ્રેલરનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ યુવાનનું મોત નીપજયું હોય સાથે રહેલ યુવાને બાદમાં ટ્રક ચાલકની સામે ગુનો નોંધાવતા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે.

મોરબીના જેતપર રોડ ઉપર પાવડિયારી પાસેથી ડબલ સવારી બાઇક લઈને બે યુવાન જઈ રહ્યા હતા ત્યારે તેનું બાઇક રિક્ષા સાથે અથડાયું હતું જેથી કરીને બાઈકમાં બેઠેલ બંને યુવાનો નીચે પટકાયા હતા ત્યારે સામેના ભાગેથી આવી રહેલ ટ્રક ટ્રેલરનું વ્હીલ બે પૈકીના એક યુવાનની ઉપરથી ફરી વળ્યું હોય તે યુવાનનું મોત નિપજયુ હતુ. સદભાગ્યે એકનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.બનાવની એએસઆઈ. આર.બી. વ્યાસ તપાસ કરી રહ્યા હોય તેમની પાસેથી મળી રહેલી માહિતી મુજબ મૃતક યુવાનનું નામ ચિરાગ મનસુખભાઇ ચાવડા (ઉમર ૨૧) છે અને તે મૂળ હળવદ તાલુકાનાં કીડી ગામનો રહેવાસી હતો. જો કે, સોચ સિરામિક કારખાનામાં રહીને હાલ મજૂરી કામ કરતો હતો તે તેના મિત્ર આશિષ શિવચરણ દ્વિવેદી બાહ્મણ ધંધો સોચ સિરામીક સુપરવાઇઝર (ઉમર ૬) રહે મૂળ યુપી અને હાલમાં સોચ સિરામિક વાળાની સાથે ડબલ સવારી બાઇકમાં મોરબી ગયો હતો અને કામ પતાવીને પરત કારખાને જઈ રહ્યા હતા. ત્યારે જેતપર રોડ ઉપર અકસ્માતમાં કાળનો ભેટો થઈ ગયો હતો હાલ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે બનાવ સમયે ભોગ બનેલા આશિષ શિવચરણ દ્વિવેદીએ બનાવ અંગે કાળમુખા ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૬૧૨૨ ના ચાલકની સામે ફરિયાદ નોંધવાતા પોલીસે ટ્રક ચાલકને પકડી પાડવા કવાયત શરૂ કરેલ છે.




Latest News