મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો


SHARE













મોરબીના વીરપર ગામે એકલા રહેતા યુવાનના ઘરમાંથી તેનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો

મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલ વિરપર ગામે યુવાન એકલો રહેતો હોય અને તેનાં ઘરમાંથી જ તેનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ટંકારા પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

ટંકારા પોલીસ મથકના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના વીસીપરા પાછળ અમરેલી રોડ ભીમરાવનગરમાં રહેતા ચેતનભાઇ ગિરીશભાઇ ચાવડા નામના યુવાને પોલીસમાં જાણ કરીને જણાવ્યું હતું કે, તેમના ભાઈજીનો દીકરો જીતેન્દ્ર માવજીભાઇ ચાવડા (ઉંમર ૩૬) કે જે વીરપર ગામે એકલવાયુ જીવન જીવતો હોય અને તેનો તેના જ ઘરમાં કોઈ કારણસર ગુજરી ગયેલી હાલતમાં કોહવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોય દુર્ગંધ આવતા આસપાસના પડોશીઓએ ચેતનભાઇને જાણ કરતાં પોતે સ્થળ ઉપર ગયો હતો અને બાદમાં ટંકારા પોલીસને બનાવની જાણ કરી હતી.બનાવને પગલે ટંકારા પોલીસ મથકના એમ.પી.ચાવડાએ બનાવની નોંધ કરીને કયા કારણોસર જીતેન્દ્રભાઈ માવજીભાઈ ચાવડાનું મોત નિપજેલ છે તેની હકીકત મેળવવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

ગુમ થયેલ સગીરા મળી આવી

મોરબીના ટંકારા તાલુકાના લજાઇ ગામે વાડી વિસ્તારમાં રહીને મજુરીકામ કરતા મૂળ દાહોદના પરિવારની સગીરા ગત તા.૧૦-૬ ના રોજ ગુમ થતા પરિવાર દ્રારા ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બાદમાં બનાવ સંદર્ભે સગીરાના પરિવારે પોલીસને જાણ કરી હતી કે તેઓ જયાંના મૂળ રહેવાસી છે તે દાહોદના લીમખેડાના વિસ્તારમાંથી જ સગીરા મળી આવેલ છે. જેથી હાલ ટંકારા પોલીસે તે અંગે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઈજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા ભેલા ગામના રહેવાસી મયુર પ્રાણજીવન પટેલ નામનો ૨૪ વર્ષનો યુવાન પીપળીયા ચોકડી નજીક ચાલુ ટ્રકમાંથી નીચે પડી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત મયુર પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઇ ગામે ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી મંજુલાબેન ભરતભાઈ મકવાણા નામની ૩૨ વર્ષીય મહિલાને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News