મોરબીમાં કાલે ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા હેલ્થ અવેરનેસ સેમીનાર
વાંકાનેરની કન્યા વિદ્યાલયમાં પ્રાકૃતિક માહોલમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ
SHARE
વાંકાનેરની કન્યા વિદ્યાલયમાં પ્રાકૃતિક માહોલમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના મહામારી વચ્ચે વિધાર્થીનીઓનાં શૈક્ષણિક હિતને લક્ષમાં રાખી વાંકાનેરની એલ. કે. સંઘવી કન્યા શાળા દ્વારા પ્રાકૃતિક માહોલ વચ્ચે અઠવાડિક પ્રત્યક્ષ શિક્ષણ સંપૂર્ણ સરકારી ગાઈડ લાઈન મુજબ શરૂ કરવામાં આવતાં પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું છે.
કોરોના મહામારી વચ્ચે ઓનલાઈન શિક્ષણ દરેક માટે શક્ય નથી, એક પરિવારમાં ત્રણ સંતાનો હોય ત્રણે સંતાનો માટે ત્રણ મોબાઇલની આવશ્યકતા ઊભી થાય છે જે દરેક વાલીઓ માટે શક્ય નથી અને મહદઅંશે ઓનલાઇન શિક્ષણ હજુ સફળ પણ નથી ત્યારે વાંકાનેરની એલ.કે.સંઘવી કન્યા શાળાનાં આચાર્યા દર્શનાબેન જાની દ્વારા વિદ્યાર્થીનીઓનાં હિત માટે ગાયત્રી શક્તિ પીઠ ખાતે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે અઠવાડિક (દર- શનિવારે) પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં સંપૂર્ણ સરકારી ગાઈડ લાઈન મુજબ બેઠક વ્યવસ્થા સાથે અલગ અલગ વિષયો મુજબ તજજ્ઞ શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, અને પ્રત્યક્ષ શિક્ષણથી ટેવાયેલ વિધાર્થીનીઓ પણ સંપૂર્ણ સરકારી એસ.ઓ.પી.નું પાલન કરી લાંબા સમય બાદ હોશ પૂર્વક પ્રત્યક્ષ શિક્ષણ મેળવી રહી છે.