મોરબીમાંથી ચોરી કરેલા 6 બાઇક સાથે આરોપીની ધરપકડ મોરબી જીલ્લામાં ભાજપના નવ મંડલોનું વિભાજન: હવે જીલ્લાના 15 યુવા આગેવાનોને મળશે પ્રમુખ બનાવની તક મોરબી જિલ્લા પેન્શનર સમાજની સામાન્ય સભા યોજાશે મોરબીના જલારામ મંદિરે રાહતદરે અડદિયા-ચીકીનું વિતરણ શરૂ ગુડ જોબ: મોરબી મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારની દીકરીના લગ્ન માટે કરિયાવર આપ્યો મોરબીમાં મારામારી-દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં 26 માં હિન્દુ મુસ્લિમ સમુહલગ્નનુ બાવા એહમદશા ગ્રુપ દ્વારા આયોજન મોરબી: ભોજાણી પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી
Morbi Today

મોરબીના રવાપરમાં ત્રીજા માળેથી નિચે પટકાયેલ યુવાન સારવારમાં ખસેડાયો


SHARE











મોરબીના રવાપરમાં ત્રીજા માળેથી નિચે પટકાયેલ યુવાન સારવારમાં ખસેડાયો

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલા એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા યુવાનને સારવારમાં ખસેડાયો છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવાપર-ઘુનડા રોડ પર આવેલા સિદ્ધિવિનાયક પાર્કમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળની છતે સુતેલ અર્જુન માવસિંગ નામનો ૨૪ વર્ષનો યુવાન મોડી રાત્રીના બે વાગ્યાના અરસામાં ઊંઘમાં ત્રીજા માળેથી નીચે પડી ગયો હતો જેથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

દવા પીતા યુવાન સારવારમાં 

વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ મહાદેવનગર વિસ્તારમાં રહેતા ભાવેશ ભુવનભાઈ ગોસાઈ નામના ૩૩ વર્ષના યુવાને ગત મોડીરાત્રીના લુણસર ચોકડી પાસે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા ભાવેશ ગોસાઇને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યો છે.જે અંગે મોરબી એ ડીવીઝન પોલીસ મથકના વી.પી.છાસીયાએ પ્રાથમીક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હોવાનું જાણવા મળેલ છે. જ્યારે મોરબી તાલુકાના માણેકવાડા ગામે રહેતો જયેશ બાબુભાઈ બારૈયા નામનો ૧૫ વર્ષનો બાળક વાડીએ અચાનક બેભાન થઇ જતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.

પિતા-પુત્રી સારવારમાં

મોરબીના જડેશ્વર ગામે રહેતા વાલજીભાઈ મોતીભાઈ કોડી નામનો ૨૩ વર્ષીય યુવાન તેની ચાર વર્ષની દીકરી કિંજલને બાઈકમાં બેસાડીને મોરબીના કંડલા બાયપાસ આરટીઓ બ્રિજ નજીક યોગેશ્વર સ્ટીલ પાસેથી જતો હતો જ્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં બંનેને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. કિંજલને વધુ સારવાર માટે રીફર કરવામાં આવી હોય હાલ મોરબી તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ આગળની તપાસ છે.

વૃદ્ધ સારવારમાં 

મોરબીના શનાળા રોડ યદુનંદન સોસાયટી કેનાલ પાસે રહેતા થોભણભાઇ ત્રિભોવનભાઇ કૈલા નામના ૭૯ વર્ષિય વૃદ્ધાને સામાકાંઠે નટરાજ ફાટક પાસે આવેલ પોલીસ ચોકી નજીક બે બાઇક અથડાવાના બનાવમાં ઇજાઓ થવાથી તેમને અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હોય પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News