મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 


SHARE

















મોરબી : અણીયારી ચોકડી પાસે ટ્રક પાછળ ટ્રક અથડાતાં એકને સારવારમાં ખસેડાયો 

મોરબીની અણીયારી ચોકડી પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાતા મૂળ અમદાવાદના યુવાનને હાલ સારવારમાં મોરબી ખસેડાયો છે. 

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના માળિયા-હળવદ રોડ ઉપર આવેલ અણીયારી ચોકડી પાસે ટોલનાકા નજીક બંધ ટ્રકની પાછળ ટ્રક અથડાયો હતો જે બનાવમાં અમદાવાદ તરફથી ગાંધીધામ જઈ રહેલ ટ્રકના ચાલક શૈલેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ પરમાર (૨૬) રહે.મેઘાણીનગર ભાર્ગવ રોડ અમદાવાદ વાળાને ઇજાઓ થતાં તેને અહીંની આયુષ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબીના ડેલ્ટા સીરામીકમાં ટ્રકમાંથી માલ ઉતરતા સમયે ટ્રક ઉપરથી પડી જતાં નિરેશભાઈ ઉદેસિંગભાઈ ભુરીયા નામના ૨૫ વર્ષીય મજૂરને ઇજાઓ થતા જેતે સમયે તેને અહીંની ગોકુલ હોસ્પિટલે ખસેડાયો હતો અને બાદમાં વધુ સારવાર માટે તેને રાજકોટ લઇ જવાયો હોવાનું. મોરબી તાલુકા પોલીસ દ્વારા જાણવા મળેલ છે.

મારામારીમાં ઇજા 

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના મોટા દહીંસરા ગામે થયેલ મારામારીના બનાવમાં ભરત અરજણભાઈ થરેસા નામના ૨૭ વર્ષના યુવાનને ઇજાઓ થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ભરતને તેના ભાઈએ માર મારતા સારવાર માટે લવાયો હતો. જ્યારે મોરબીના નાનીવાવડી પાસે આવેલ સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા મંજુલાબેન ભવાનભાઈ કાવર નામના ૬૨ વર્ષના વૃધ્ધાને તેઓના ઘરના દરવાજામાં અથડાવાથી ઇજાઓ થતા તેમને મોરબી સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.

યુવાન સારવારમાં

મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અજય રતિલાલ અહેચાણીયા નામના ૨૬ વર્ષના યુવાને વજેપરમાં મોમાઈ ડેરી નજીક કોઈ દવા પી લેતાં તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો. જ્યારે મોરબીના વાવડી રોડ શ્રીજીપાર્ક વિસ્તારમાં રહેતી પૂજાબેન જીગ્નેશભાઈ વૈષ્ણવ નામની ૩૭ વર્ષીય મહિલાને અમદાવાદના ચતુરપાર્ક વિસ્તારમાં ગત તા.૭-૭ ના રોજ મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ગઈકાલે મોરબીની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.




Latest News