મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં શાહબાવા - નાગાબાવાને દુઆ પ્રાર્થના ફળી - ગાજવીજ સાથે વરસાદ :


SHARE

















વાંકાનેરમાં શાહબાવા - નાગાબાવાને દુઆ પ્રાર્થના ફળી - ગાજવીજ સાથે વરસાદ

(કેતન ભટ્ટી દ્વારા)વાંકાનેર : માર્કેટયાર્ડનાં સમગ્ર સ્ટાફ દ્વારા આજે સાંજે વાંકાનેરનાં ઐતિહાસિક શાહ બાવા - નાગાબાવા ખાતે વરસાદ માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી અને ત્યાર બાદ મોડી સાંજે ગાજ વીજ સાથે વરસાદ શરૂ થયો હતો. 

જ્યારે જ્યારે વાંકાનેર પર કોઈ મુશ્કેલ સમય હોય છે ત્યારે વાંકાનેરનો ઈતિહાસ જોડાયેલ છે તેવા શાહબાવા નાગાબાવાને શહેરીજનો દુઆ પ્રાર્થના કરે છે, આજે સાંજે પણ માર્કેટ યાર્ડનાં સમગ્ર સ્ટાફ દ્વારા શાહબાવા ખાતે ચાદર અને નાગા બાવા ખાતે વાઘા ચડાવી વાંકાનેર સહિત સમગ્ર રાજ્યમાં વરસાદ માટે દુઆ પ્રાર્થના કરવામાં આવી હતી જેનાં થોડા સમય બાદ જ વાંકાનેરમાં ગાજ વીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને અડધો કલાક સુધી ધોધમાર વરસાદ તૂટી પડતાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી અને દુઆ પ્રાર્થના ફળી હતી.




Latest News