ટંકારા તાલુકાનાં વીરપર પાસે કારખાનામાં પરિણીતાનો ફાંસો ખાઈને આપઘાત
વાંકાનેરનાં સતાપર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૫૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા
SHARE
વાંકાનેરનાં સતાપર ગામે જુગાર રમતા પાંચ શખ્સો ૧૫૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા
વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે કન્ડેશ્વર મહાદેવના મંદિર તરફ જવાના રોડે આવેલ કાળુભાઇ હરજીભાઇ કોળીના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે રેડ કરી હતી ત્યારે જુગાર રમતાપાંચ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે ૧પ,ર૦૦ ના મુદામાલ સાથે તેની ધરપકડ કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાનાં સતાપર ગામે કન્ડેશ્વર મહાદેવના મંદિર તરફ જવાના રોડે આવેલ કાળુભાઇ હરજીભાઇ કોળીના મકાન નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે ગોરધનભાઇ ઉર્ફે રમેશભાઇ કરશનભાઇ ધોરીયા રહે.શરોડી થાનગઢ, અબ્દુલભાઇ અલીભાઇ બાવરા જાતે રહે.સમઢીયાળા વાંકાનેર, યોગેશભાઇ ધીરૂભાઇ મકવાણા રહે. સરોડી થાનગઢ, રવજીભાઇ કાનાભાઇ સાપરા રહે.ગુંદાખડા વાંકાનેર અને જીતેન્દ્રભાઇ વીનુભાઇ બાવળીયા રહે.તરકીયા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૧પ,ર૦૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરેલ છે