મોરબી નગર પાલિકાનાં વોર્ડ નં. ૧૨ લીલાપર-કેનાલ મેઇન રોડ ઉપર નવી સ્ટ્રીટ લાઇટ નાખવા માંગ મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીને 1 વર્ષની સજા, બમણી રકમનો દંડ ​​​​​​​મોરબીમાં રાઘવજીભાઈ ગડારાના અધ્યક્ષ સ્થાને ગડારા પરિવારનું સ્નેહ મિલન યોજાયું મોરબીમાં તૂટેલા નાલા મુદે નારાજ લોકોએ રસ્તો ચક્કાજામ કરીને બોલાવી રામધુન મોરબીમાં જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યની હાજરીમાં રવિ કૃષિ મહોત્સવ યોજાયો ચરાડવા ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત મહિલા યુવા કલ્યાણ દિવસનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર પુલ વહેલી તકે બનાવી આપવાની મ્યુનિ.કમિશ્નરની સાંસદની હાજરીમાં ખાત્રી મોરબીના બેલાથી ભરતનગર સુધી સીસી રોડ બનાવવાના કામનો વર્ક ઓર્ડર અપાયો: સિરામિક એસો.
Breaking news
Morbi Today

માળીયાના વિદરકા ગામે ખેતરમાં ચલાવેલ ટ્રેકટર-હલ્લરના રૂપીયા લેવા ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો


SHARE













માળીયાના વિદરકા ગામે ખેતરમાં ચલાવેલ ટ્રેકટર-હલ્લરના રૂપીયા લેવા ગયેલા યુવાનને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા તાલુકાનાં વિદરકા ગામે ખેતરમાં ટ્રેકટર તથા હલ્લર ચલાવેલ હતું તેના લેણા નીકળતા રૂપીયાની ઉધરાણી કરવા માટે ગયેલ યુવાનને ચાર શખ્સો દ્વારા માર મરવામાં આવ્યો છે જેથી કરીને તેને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાનાં વિદરકા ગામે રહેતા વિક્રમભાઇ જયંતીભાઇ શંખેશરીયા જાતે કોળી (ઉ.વ ૨૧)એ હાલમાં રમેશભાઇ રતુભાઇ થરેશા, નિલેશભાઇ રતુભાઇ થરેશા, ભરતભાઇ અવચરભાઇ થરેશા અને હીરાભાઇ રતુભાઇ થરેશા સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે આરોપીના ઘરે પોતે ખેતરમાં ટ્રેકટર તથા હલ્લર ચલાવેલ તેના લેણા નીકળતા રૂપીયાની ઉધરાણી કરવા માટે ગયેલ હતો તે બાબતનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી ફરીયાદીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને છુટા પથ્થર તથા ઇટોના ઘા મારી તેમજ બાવળના બડીકા વતી આડેધડ મારમારી તથા માથમા તથા શરીરે મુંઢ ઇજા પહોચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને પોલીસે યુવાનની ફરિયાદ લઈને ઇ.પી.કો. કલમ ૩૨૩, ૩૩૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે 




Latest News