મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા રાજ્ય મંત્રી સહિતનાની સિંચાઈ મંત્રીને રજૂઆત
મોરબીના વીસીપરા, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !
SHARE









મોરબીના વીસીપરા, રોહિદાસપરા, વિજયનગર સહિતના વિસ્તારોમાં દુષિત પાણીનું વિતરણ !
મોરબીના લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવાની જવાબદારી પાલિકાની છે જો કે, પાલિકાના અધિકારી અને પદાધિકારીની બેદરકારીના લીધે આજની તારીખે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહયું છે જેમાં વિસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે અને અહી પાલિકા દ્વારા દૂષિત પાણી આપવામાં આવી રહ્યું છે જેથી કરીને પાણીજન્ય રોગ ચાળો ફાટી નીકળે તેવી લોકોમાં દહેશત જોવા મળી રહી છે
મોરબીના વીસીપરા, રોહિદાસપરા અને વિજયનગર સહિતના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઘરમાં પીવા અને વાપરવા માટે પાલિકાની પાઇપ લાઇન મારફતે દૂષિત પાણી આપવામાં આવી રહયું છે અને આ વિસ્તારમાં રહેતા લોકોની આર્થિક સ્થિતિ શરૂ ન હોવાથી દરેક પરિવારને વેચાતું પાણી લેવું પોસાઈ તેમ નથી અને પાલિકા દ્વારા આપવામાં આવતું પાણી પીવા લાયક હોતું નથી જેથી કરીને આ વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા પાલિકા દ્વારા શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
