મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા રાજ્ય મંત્રી સહિતનાની સિંચાઈ મંત્રીને રજૂઆત
SHARE









મોરબી-માળીયા(મી)ના ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવા રાજ્ય મંત્રી સહિતનાની સિંચાઈ મંત્રીને રજૂઆત
મોરબી અને માળીયામાં નર્મદા કેનાલ આવે છે જો કે, હાલમાં તેમાં પાણી છોડવામાં આવેલ નથી જેથી કરીને રાજ્ય મંત્રી સહિતના આગેવાનો દ્વારા સિંચાઇ મંત્રીને રજુઆત કરવામાં આવી છે અને કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે
મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યુ છે કે, મોરબી, માળીયા(મી) અને ધ્રાંગધ્રા નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખેડૂતોને સિંચાઇ માટે પાણી છોડવા માટે સંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા, મોરબી જિલ્લા ભાજપા પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ જયંતિભાઇ કવાડીયાએ સિંચાઇ મંત્રી ઋષિકેશભાઇ પટેલને ખેડૂતોના પ્રશ્નને ધ્યાન દોરેલ હતું. એટલુ જ નહિ પણ સરદાર સરોવર નર્મદા નિગમ લી.ના મેનેજીંગ ડિરેકટર રાજીવ ગુપ્તાને પણ ખેડૂતોની આજીવિકાના હાલના પ્રાણ પ્રશ્ન એવા નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગેની બાબતને ધ્યાને મૂકી હતી.
