મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત


SHARE

















નવલખીથી કંડલા સુધી સી-લીંક રોડ ફોરલેન બનાવવા વડાપ્રધાનને રજૂઆત

મોરબી જિલ્લામાથી કચ્છના મુંદ્રા અને કંડલા પોર્ટ ઉપર ઘણા ટ્રકો ભરીને માલ મોકલવામાં આવે છે જેથી કરીને રસ્તા ઉપર સતત ટ્રાફિક રહે છે ત્યારે જો નવલખીથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બને તો ટ્રાફિકની સમસ્યા ઉકેલાઈ જવાની સાથોસાથ ટ્રાન્સપોર્ટેશન માટેનું અંતર ઘટી જાય તેમ  છે અને લોકોની સુખાકારીમાં પણ વધારો થાય તેમ છે

મોરબી વિશ્વ હિન્દુ પરિષદના આગેવાન અને સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને નવલખી બંદરથી કંડલા બંદર સુધી સી-લીંક ફોરલેન બનાવવા માંગ કરેલ છે હાલમાં રોડ મારફતે કંડલા પોર્ટે માલ મોકલાવવામાં આવે છે જેથી કરીને સુરજબારી પુલ પર અવારનવાર ટ્રાફિક સમસ્યા થતી હોય છે ત્યારે કંડલા અને નવલખી બંને બંદરના વિકાસ માટે અને મોરબીના સિરામિકસેનિટેશનઘડિયાળનળિયા ઉદ્યોગને ધ્યાનમાં રાખીને જો સી-લીંક ફોરલેન નવલખીથી કંડલા સુધી બને તો માલ મોકલાવવા માટેનો સેમી ઘટી જશે કેમ કે દરિયાય માર્ગે કંડલા નવલખી થી માત્ર ૫૬ કિલો મીટર થાય છે હાલમાં જ્યારે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે કચ્છ અને મોરબીના વિકાસ માટે આ સી-લીંક ફોરલેન બનાવવામાં આવે તો લોકોની સુખાકારીમાં વધારો થશે 




Latest News