મોરબીમાં મંજૂરી વગર રોડ ખોદી નાખવામાં આવતા લોકોમાં રોષ
SHARE









મોરબીમાં મંજૂરી વગર રોડ ખોદી નાખવામાં આવતા લોકોમાં રોષ
મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ખોદ કામ કરવામાં આવી રહ્યું છે જેને તાત્કાલિક રોકવા માટે સ્થાનિક અધિકારીને રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી જેથી જાગૃત નાગરિક દ્વારા આ મુદે કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવપાર્કમાં રહેતા રણજીતભાઈ હુંબલ દ્વારા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રિલાયન્સ જીઓ દ્વારા પંચાયત, નગરપાલિકા કે અન્ય કોઈ કચેરીમાંથી રસ્તા ખોદવા માટેની કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ખોદકામ કરવામાં આવે છે અને રસ્તો તોડીને નુકશાન કરવામાં આવ્યું છે જો કે, ગોડાઉન માલિકે કંપનીના જવાબદાર અધિકારી કર્મચારીને ટેલીફોનીક વાતચીત કરતા કામ બંધ કરીને ગેરકાયદે લાઈનો તાત્કાલિક મજુરો લગાવીને કાઢી નાખવામાં આવી છે જો કે, તોડેલા રોડને રીપેર કરવામાં આવેલ નથી જેથી કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે
