વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

આ સુશાસન કહેવાય ?: મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૯૨૦ કવાર્ટર માટે 3 લોકેશન આપ્યા તો પણ જમીન કેમ ન ફાળવી !


SHARE

















આ સુશાસન કહેવાય ?: મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૯૨૦ કવાર્ટર માટે 3 લોકેશન આપ્યા તો પણ જમીન કેમ ન ફાળવી !

વારંવાર જમીનની માંગણી કરવામાં આવી તો પણ ગરીબોના ઘરના ઘર માટે જમીન કેમ ન ફાળવવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન: વર્ષો પહેલા સરકરમાથી ગ્રાન્ટ આવી ગયેલ હોવા છતાં પાલિકા કામ કરવી શકી નહીં ?: આવાસના કવાર્ટર ન બનવા પાછળ જવાબદાર સામે પાલિકાના અધિકારી કે પદાધિકારીએ દ્વારા કેમ કોઈ પગલાં નહીં ?: ભાડાના મકાનની પીડામાંથી ગરીબોને મુક્તિ મળશે કે કેમ તે કહેવું મુશ્કેલ

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને તેનું ઘરનું ઘર મળે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મૂકવામાં આવી છે જે અંતર્ગત મોરબી પાલિકાની હદમાં ૧૬૦૦ જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, જે જગ્યા ઉપર તે મકાન બનાવવા હતા તે જમીન પાલિકાના જે તે સમયના અધિકારી ત્યારે ખાલી કરાવી શક્યા ન હતા અને ત્યાર બાદ ગરીબોના સમયસર ઘર બને તે માટે પાલિકાના અધિકારી અને પદાધિકારીઓની કયારે પણ તસ્દી લેવામાં આવી નથી એટ્લે જ તો મોરબીમાં જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૯૨૦ કવાર્ટર બનાવવાના બાકી છે તે બનવાના નથી અને વધુમાં ચોંકાવનારી એવી માહિતી પણ સામે આવી છે કે, એક નહીં પરંતુ ત્રણ લોકેશન સાથે કલેક્ટર પણે પ્રધાનમંત્રી આવાસ યોજના બાકી રહેલા કવાર્ટર બનાવવા માટે જમીનની માંગણી કરવામાં આવી હતી તેમ છતાં પણ જમીન આપવામાં આવી નથી જેથી કરીને સરકારી ગ્રાન્ટ હવે પછી જતી રહી છે માટે આ મકાન ન બને તેમાં સૌથી વધુ કોને રસ હતો તે તપાસનો વિષય છે

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરબીમાં ૧૬૦૦ કવાર્ટર બનાવવાનો ૬૭.૭૭ કરોડનો પ્રોજેક્ટ મજુર કર્યો હતો અને સૌ પ્રથમ મોરબીના વીસીપરા વિસ્તારમાં સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવેલ છે તેને તોડી પાડીને તે જગ્યા ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા હતા જો કે, પાલિકા વીસીપરામાં સરકારી જમીન ઉપર જે દબાણ કરવામાં આવેલ હતા તેને તોડી શકી ન હતી જેથી કરીને તે સમયે મોરબી પાલિકાની હદમાં ૧૬૦૦ મકાન બનાવી શકાય તેવી જગ્યા શોધવાની કાવયત શરૂ કરવામાં આવી હતી અને તેના ભાગ રૂપે જે તે સમયે બે તબક્ક્મા ૬૮૦ આવાસો કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં બનાવવામાં આવેલ છે જેના ડ્રો પાલિકા દ્વારા કરવામાં આવેલ છે અને લાભાર્થીઓ પાસેથી લેવાની થતી રકમ વસૂલ કરીને લાભાર્થીને કવાર્ટરના કબ્જા આપવામાં આવે છે જો કે, બાકીના ૯૨૦ કવાર્ટર બનાવવા માટેની કોઈ કવાયત કરવામાં આવી રહી ન હતી જેથી કરીને પાલિકામાંથી માહિતી મેળવતા ચોંકાવનારી માહિતી સામે આવેલ છે

હાલમાં પાલિકના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ૬૮૦ આવાસો કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગમાં બનાવવામાં આવેલ છે ત્યાર બાદ ત્યાં વધુ મકાન બનાવી શકાય તેટલી જગ્યા છે નહીં જેથી કરીને પાલિકામાંથી સમયાંતરે એક નહીં પરંતુ ત્રણ લોકેશન ઉપર પ્રધાનમંત્રી આવાસ યોજનાના જે ૯૨૦ કવાર્ટર બનાવવાના બાકી છે તે બનાવી શકાય તે માટે જમીનની માંગણી કરવામાં આવી હતી જેમાં પંચાસર રોડ, મહેન્દ્રનગર ગામના જુદા જુદા બે સર્વે નંબરમાં જમીનની માંગણી કરવામાં આવી હતી પરંતુ ગરીબો માટે આશીર્વાદ સમાન પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકી રહેલા ૯૨૦ કવાર્ટર બનાવવામાં આવે તેના માટે કોઈ કારણોસર ત્રણમાંથી એક પણ લોકેશન ઉપર જમીનની ફાળવણી કરવામાં આવેલ નથી જેથી કરીને આજની તારીખ સુધીમાં આ પ્રોજેકટ માટે સરકારમાંથી જે ૪૩ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તે પૈકીનાં ૩૪ કરોડ રૂપિયા ૬૮૦ કવાર્ટર બનાવવામાં વપરાયેલા છે અને બાકીના નવ કરોડ રૂપિયા પાલિકાએ હવે સરકારમાં પાછા આપવાના રહેશે

મોરબીના જુદાજુદા વિસ્તારમાં પાલિકાની હદમાં રહેતા ગરીબ પરિવારોનું ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૬૦૦ કવાર્ટર વર્ષ ૨૦૧૬ માં મંજૂર કરવામાં આવ્યા હતા અને ઘણા સમય સુધી પાલિકા દ્વારા કવાર્ટર બનાવવા માટેની જમીન નિશ્ચિત કરવામાં આવી ન હતી જેથી કરીને સરકારી ગ્રાન્ટ આવી ગયેલ હતી તો પણ ગરીબો માટેના મકાન બની રહ્યા ન હતા અને અંતે શહેરના શનાળા બાયપાસ રોડ ઉપર પાલિકાની હદ્દમાં ૧૬૦૦ પૈકીનાં ૬૮૦ મકાન બનાવવા આવેલ છે જો કે, આજની તારીખે આ મકાનમાં ઘણા લાભાર્થીઓ ત્યાં રેહવા માટે આવેલ નથી જેથી ઘણા મકાન ખાલી જ પડ્યા છે તે હકકીત છે અત્રે ઉલેખનીય છે કે, જો પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકીના મકાન બનાવવા માટે જે ત્રણ લોકેશન ઉપર જમીન માંગવામાં આવી હતી ત્યાં જમીન આપવામાં આવી હોતો કેટલાય ગરીબ પરિવારના ઘરના ઘરના સપના સાકાર થઈ ગયા હોત અને તેને ભાડાના મકાનની પીડામાંથી મુક્તિ મળી શકી હોત તે નિશ્ચિત છે જો કે, મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના બાકી રહેલા ૯૨૦ કવાર્ટર ન બને તેમાં સૌથી વધુ કોને રસ હતો તે તપાસનો વિષય છે

બેદરકાર અધિકારી-પદાધિકારીએ સામે કેમ કોઈ પગલાં નહીં !?

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૧૬૦૦ મકાનનું કામ સરકરમાથી મંજૂર કરવામાં આવ્યું હતું જો કે, પાલિકાની હદમાં જે મકાન બનાવવાના હતા તેમાંથી પાલિકાને કોઈ જગ્યાએ જમીન મળી રહી ન હોવાથી ૯૮૦ મકાન બનાવવા નથી તે નક્કી થઈ ગયું છે જો કે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન માટે મોરબી પાલિકાને ગ્રાન્ટ આપવામાં આવી હતી તેને સમયસર ઉપયોગમાં ન લેવામાં આવી અને ગ્રાન્ટ પછી આપવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં છતાં પણ પાલિકાના અધિકારી અને પદાધિકારી સામે બેદરકારી બદલ કેમ કોઈ પાગલ લેવામાં આવેલ નથી અને અધિકારી કે પદાધિકારીની બેદરકારીને કેમ છાવરવામાં આવી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે




Latest News